News of Thursday, 22nd August 2024
ધ્રોલ- જામનગરમાં પણ નેનો યુરિયા ફરજીયાત અપાય છેઃ પાલભાઇ આંબલીયાના પ્રહારો

(સંજય ડાંગર દ્વારા) ધ્રોલ તા.રરઃ નેનો યુરિયા ખાતર મુદે કૃષિમંત્રી સામે કિશાન કોંગ્રેસના ચેરમેન પાલભાઇ આંબલીયાએ પ્રહારો કર્યા છે.
વિધાનસભામાં કળષિમંત્રીના નેનો યુરિયા ખાતર પરના વિધાન પર કિસાન કોંગ્રેસ ચેરમેન પાલભાઈ આંબલિયાએ પ્રતિક્રિયા આપતા કહયું છે કે, કળષિમંત્રી માત્ર દેખાડો કરવાને બદલે નેનો યુરિયા બંધ કરવાનો ઈરાદો બતાવો કળષિમંત્રી ખેડૂતોને મૂર્ખ બનાવે છે અથવા તો કળષિમંત્રી પોતે મૂર્ખ છે તેવું વિધાનસભામાં સાબિત કરે છે. ડબલ એન્જીન પૈકી એક એન્જીન નેનો યુરિયાને પ્રોત્સાહન આપે ને બીજું એન્જીન તેના પર રોક લગાવવાનું નાટક કરે !!! કળષિમંત્રીશ્રી નેનો યુરિયા કોઈ વેપારી નહિ સરકાર જ બનાવે છે એ કેમ ભૂલી જાઓ છો??? નેનો યુરિયાનું વિતરણ પણ સહકારી વિક્રેતાઓ દ્વારા જ કરવામાં આવે છે. નેનો યુરિયા ઉત્પાદન બંધ કરવાનો વિધાનસભામાં ખરડો પસાર કરીને કેન્દ્ર સરકારને મોકલો.
કળષિમંત્રી તમે જ્યાં સહકારી આગેવાન છો તેવા ધ્રોલ- જામનગરમાં પણ નેનો યુરિયા ફરજિયાત અપાય છે. લોકશાહીના મંદિર એવા વિધાનસભામાં પણ કળષિમંત્રી જાહેરમાં ખોટું બોલી રહયા છે. જો નેનો યુરિયા બંધ જ કરવું હોય તો વિક્રેતા એવી સહકારી સંસ્થાઓને સરકાર ફરજ પાડવાનું સરકાર બંધ કરે. યુરિયાની ચાર બેગ સાથે ૧ બેગ નેનો યુરિયા ફરજિયાત કોણ કરાવે છે એ કળષિમંત્રીને પણ ખબર છે તેમ પાલભાઈ આંબલિયાએ જણાવ્યું છે.
(1:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
