News of Thursday, 22nd August 2024
જેતપુરમાં પી.આઇ.ના નામે ફોન કરી રૂપિયાના ઉઘરાણા કરતો શખ્સ પકડાયો
પી.આઇ. એ. ડી. પરમાર બોલુ છુ, તેવી ખોટી ઓળખ આપી લોકોને ડરાવી ધમકાવી રૂપિયા પડાવતા પૃથ્વીરાજ ખુમાણની ધરપકડ

(કેતન ઓઝા દ્વારા) જેતપુર તા. રર :.. જેતપુરમાં પીઆઇના નામે ફોન કરી ખોટી ઓળખ આપી લોકોને ડરાવી ધમકાવી રૂપિયાના ઉઘરાણા કરતા શખ્સને પોલીસે ઝડપી લીધો હતો.
એક ફરીયાદીને અજાણ્યા આરોપીએ ફોન કરીને જેતપુર સીટી પીઆઇ એ. ડી. પરમારના રાઇટર તેમજ જેતપુર સીટી પી. આઇ. એ. ડી. પરમાર બોલુ છુ તેમ કહીને ફરીયાદીને પોલીસની ખોટી ઓળખ આપી, પોલીસનું ખોટું નામ ધારણ કરી, જેતપુર સીટી પોલીસ સ્ટેશન ખાતે બોલાવેલ. જે અંગે ફરીયાદીએ પોતાની ફરીયાદ જાહેર કરતા ગુનો દાખલ કરી જેતપુર ડીવીઝનના નાયબ પોલીસ અધિક્ષકશ્રી રોહિતસિંહ ડોડીયા તથા પો. ઇ. એ. ડી. પરમારના સીધા માર્ગદર્શન હેઠળ જેતપુર સીટી પોલીસ સ્ટાફની અલગ અલગ ટીમો બનાવીને ટેકનીકલ તેમજ હ્યુમન રીસોર્સીસના માધ્યમથી સદરહું ગુનાના આરોપી પૃથ્વીરાજ ઉર્ફે પ્રતાપ મહેશભાઇ ખુમાણ, રહે. ખારચીયા (સેન્જલીયા), તા. જેતપુરને ઝડપી લીધો હતો.
પકડાયેલ શખ્સ પોલીસનું ખોટુ નામ ધારણ કરીને લોકોને પોલીસના નામથી ડરાવી ધમકાવી લોકોની પાસે પૈસાની ઉઘરાણી કરવાની એમ. ઓ. ધરાવે છે. અને તેની સામે અગાઉ તાલુકા પોલીસ મથકમાં મારામારીનો ગુન્હો નોંધાયો છે.
(2:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
