News of Thursday, 22nd August 2024
ભાવનગરના મહુવામાં મેઘરાજા મહેરબાન: દોઢ ઇંચ વરસાદ ખાબક્યો
મહુવામાં સીઝનનો કુલ વરસાદ 647 થયો :જેસરમાં ૨ મીમી વરસાદ પડ્યો

ભાવનગર જિલ્લાના મહુવામાં મેઘરાજા મહેરબાન થયા હોય તેમ ચાલુ સિઝનમાં જિલ્લામાં સૌથી વધુ વરસાદ મહુવામાં પડ્યો છે. આજે બુધવારે મહુવામાં દોઢ ઇંચ વરસાદ પડ્યો છે જ્યારે જિલ્લામાં અન્યત્ર મેઘરાજા ની કૃપા વરસી નથી.
ગોહિલવાડ પંથકમાં આ વર્ષે મહુવામાં જ સારો વરસાદ પડ્યો છે. ભાવનગર શહેર કે જિલ્લાના અન્ય તાલુકાઓ કરતા મહુવામાં વાવણી લાયક વરસાદ વરસ્યો છે. આજે બપોરે મહુવામાં દોઢ ઇંચ જેટલો વરસાદ વરસી ગયો હતો. મહુવામાં આજે ૩૬મી વરસાદ નોંધાયો છે. આ સાથે મહુવામાં સીઝનનો કુલ વરસાદ 647 થયો છે. જેસરમાં ૨ મીમી વરસાદ પડ્યો છે. આ સિવાય આજે સાંજના છ વાગ્યા સુધી જિલ્લામાં ક્યાંય વરસાદ પડ્યો નથી.
આજે ભાવનગર શહેરનું લઘુતમ તાપમાન 27.4 ડિગ્રી રહ્યું હતું .જ્યારે મહત્તમ તાપમાન 35.8° રહેવા પામ્યું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ 59% રહ્યું છે. જ્યારે પવનની ઝડપ 12 કિમી પ્રતિ કલાકની રહી હતી.
(6:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
