<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 22nd August 2024

કલ્યાણપુર અને દ્વારકા તાલુકામાં અતિ ભારે વરસાદના કારણે ભારે નુકશાન, ખાસ રાહત પેકેજ આપવા સાંસદ પૂનમબેન માડમની મુખ્યમંત્રીને રજૂઆત

રાજ્ય સરકાર સમક્ષ લેખિત રજૂઆત બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને વિધાનસભામાં રૂબરૂ મળી રજુઆત કરતા સત્વરે પેકેજ જાહેર કરવા ખાતરી આપી

જામનગર : સાંસદ પૂનમબેન માડમે તાજેતરના અતિ ભારે વરસાદના કારણે ભારે નુકશાન પામેલ કલ્યાણપુર અને દ્વારકા તાલુકાના અસરગ્રસ્ત માટે ખાસ રાહત પેકેજ આપવા રાજ્ય સરકારને રજૂઆત કરી છે 

 સાંસદ પૂનમબેન માડમના જણાવ્યા મુજબ મારા સંસદીય ક્ષેત્ર દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવતા કલ્યાણપુર અને દ્વારકા તાલુકામાં જુલાઈ મહિનામાં અતિભારે વરસાદના લીધે અસરગ્રસ્ત ગામોની મુલાકાત કરેલ તેમજ ખેડૂતોના પાક તેમજ વાડીએ જવાના રસ્તાઓને થયેલ નુકસાન, જમીન ધોવાણ અને અસરગ્રસ્ત વિસ્તાર માટે ખાસ રાહત પેકેજ આપવા રાજ્ય સરકાર સમક્ષ લેખિત રજૂઆત કરેલ. તે માટે  મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને વિધાનસભામાં રૂબરૂ મળીને આગ્રહભરી રજૂઆત કરતા, તેઓએ સત્વરે રાહત પેકેજ જાહેર કરશે એવી ખાતરી આપેલ છે.

(11:03 PM IST)