News of Friday, 23rd August 2024
મુન્દ્રાની જનસેવા સંસ્થા દ્વારા ચોમાસાની સિઝનમાં તાલપત્રી વિતરણ
અદાણી ગ્રુપનાં સહયોગથી યુવા પત્રકાર રાજ સંઘવીના માધ્યમથી ઝૂંપડપટ્ટી વિસ્તારમાં કરાયું વિતરણ

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨૩ : દર ચોમાસાની સિઝનની જેમ હાલ ચોમાસાની સિઝનમાં મુન્દ્રાની જનસેવા દ્વારા ખુલ્લા ઝૂંપડામાં રહેતા જરૂરતમંદ પરિવારોને તાલપત્રી વિતરણનો પ્રારંભ કરાયો છે.
આ વર્ષે ચોમાસાની સિઝનમાં સારો વરસાદ થઇ ગયો છે અને હજુ પણ વરસાદની આગાહી છે ત્યારે દર વર્ષની જેમ અદાણી ગ્રુપનાં સહયોગથી આ સેવાકીય પ્રોજેક્ટ ચાલુ કરાયો છે.અદાણી ગ્રુપ દ્વારા ચોમાસાની સિઝનમાં તાલપત્રી અને કડકડતી ઠંડી માં જરૂરતમંદ લોકો માટે ગરમ ધાબળાની સેવા નો સહયોગ મળતો રહે છે. ઉલ્લેખનીય છે કે ગત સપ્તાહમાં અદાણી ફાઉન્ડેશનની ૨૮મી વર્ષગાંઠ નિમિત્તે વિવિધ સેવાકીય કાર્યો હાથ ધરાયા હતા.
આ તાલપત્રી વિતરણના પ્રારંભે અદાણી મીડિયા વિભાગનાં જયદીપભાઈ શાહ, રમેશભાઈ આયડી તેમજ અદાણી ફાઉન્ડેશનનાં કિશોરભાઈ ચાવડા ઉપસ્થિત રહ્યા હતા.
તેમજ જન સેવા ના સૂત્રધાર અને યુવા પત્રકાર રાજ સંઘવી, ભગીરથસિંહ ઝાલાએ પૂરતો સહયોગ આપ્યો હતો.
(9:21 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
