<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 23rd August 2024

કચ્છમા પુત્રી સાથે વારંવાર દુષ્કર્મ કરનાર પાલક પિતાને જન્મટીપની સજા: જે દીકરીને મોટી કરી તેની ઉપર જ નજર બગાડી

એક દિવસ પીડિતા ઓરડીમાં એકલી હતી ત્યારે રણછોડે તેની પાસે આવીને અઘટિત માંગણી કરેલી દીકરીએ ઈન્કાર કરતાં તેણે તેને મારી નાખવાની ધમકી આપી દુષ્કર્મ ગુજારેલું. ત્યારપછી પાલક પિતા અવારનવાર દીકરી સાથે શારીરિક સંબંધ બાંધવા માંડ્યો હતો

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨૩ :  સામાજિક સબંધોને શર્મસાર કરતાં બનાવો સમાજને વર્તમાન સમય દરમ્યાન માન, મર્યાદા અને આચરણ સામે લાલબત્તી ચીંધી રહ્યા છે. કચ્છના અંજારમાં બીજી વાર ઘરઘેણું કરનાર પત્ની ત્રીજા શખ્સ સાથે ભાગી ત્યારે તેની દીકરીને મોટી કરનાર પાલક પિતાએ નજર બગાડી અને માતા વગરની કિશોર વયની દીકરી પર વારંવાર દુષ્કર્મ ગુજાર્યું હતું. આ ગુનામાં અંજારની ખાસ પોક્સો કોર્ટે પાલક પિતાને જન્મટીપની ધાક બેસાડતી સજા ફટકારી છે. આ સમગ્ર બનાવની વિગતવાર વાત કરીએ તો ગત પમી જૂલાઈ ૨૦૨૦ના રોજ અંજાર પોલીસ સ્ટેશનમાં પાલક પિતા રણછોડ દાનાભાઈ નાયક (૪૦, રહે. મોરવા હડફ, પંચમહાલ) વિરુધ્ધ ફરિયાદ નોંધાઈ હતી.

ગુનાનો ભોગ બનનાર દીકરીની માતા પોતાના પહેલાં પતિને ત્યજીને રણછોડ પાસે તેની પત્ની તરીકે રહેવા માંડી હતી. ફરિયાદ કરનાર આ પીડિતા તે સમયે માતાના ગર્ભમાં હતી. દીકરી બાદ દીકરાનો જન્મ થયાનાં બે ત્રણ વર્ષ બાદ પીડિતાની માતા બેઉ સંતાનો અને રણછોડને ત્યજીને ફરી ત્રીજા શખ્સ સાથે ક્યાંક ભાગી ગઈ હતી. આ બેઉ સંતાનો પાલક પિતા અને માસી સાથે રહીને ઉછરતાં હતા. રણછોડ અને તેનો પરિવાર ભુજ અને અંજાર તાલુકામાં ખેતરમાં ભાગિયા તરીકે વાવેતર કરતો અને વાડીની ઓરડીએ રહેતો. બનાવ સમયે રણછોડે અંજારના ભવાનીપર ગામે ભાગિયા તરીકે વાડીમાં કપાસના વાવેતરનું કામ રાખેલું. બેઉ ભાઈ-બહેનો આખો દિવસ વાડીમાં પિતા જોડે ખેતમજૂરી કરતાં. એક દિવસ પીડિતા વાડીમાં કપાસના વાવેતરનું કામ રાખેલું. બેઉ ભાઈ-બહેનો આખો દિવસ વાડીમાં પિતા જોડે ખેતમજૂરી કરતાં. એક દિવસ પીડિતા ઓરડીમાં એકલી હતી ત્યારે રણછોડે તેની પાસે આવીને અઘટિત માંગણી કરેલી. દીકરીએ ઈન્કાર કરતાં તેણે તેને મારી નાખવાની ધમકી આપી દુષ્કર્મ ગુજારેલું. ત્યારપછી પાલક પિતા અવારનવાર દીકરી સાથે શારીરિક સંબંધ બાંધવા માંડ્યો હતો. ભવાનીપર બાદ તેમણે ધમડકાની વાડીમાં કામ રાખેલું.

એક દિવસ રણછોડને દીકરી સાથે દુષ્કર્મ કરતાં વાડીમાલિક જોઈ જતાં તેણે તેમને વાડીએથી હાંકી કાઢેલાં. પાલક પિતા અને દીકરી બેઉ વતન પહોંચેલાં. વતનમાં ગયા બાદ દીકરીએ પાલક પિતાની હેવાનિયત અંગે અન્ય સ્વજનોને વાત કરતાં ઘૃણાસ્પદ બનાવ બહાર આવ્યો હતો. આ કેસમાં ૨૦ સાક્ષી અને પ૦ દસ્તાવેજી આધાર પૂરાવા તથા બંને પક્ષની દલીલો સાંભળ્યાં બાદ પોક્સો કૉર્ટના વિશેષ જજ કમલેશ કે. શુક્લએ આરોપીને પોક્સો એક્ટ તળે આજીવન કેદ સાથે ૩૦ હજારનો દંડ ફટકાર્યો છે. કૉર્ટે ગુનાનો ભોગ બનનાર પીડિતાને દંડની રકમ ઉપરાંત પાંચ લાખ રૂપિયાનું વળતર ચૂકવવા હુકમ કર્યો છે. આ કેસમાં પ્રોસિક્યુશન તરફે મદદનીશ જિલ્લા સરકારી વકીલ આશીષકુમાર પી. પંડ્યાએ ધારદાર દલીલો કરી હતી.

(9:23 AM IST)