News of Friday, 23rd August 2024
ભુજમાં હાઈફાઈ જુગાર કલબ ઉપર દરોડો: બે મહિલા સહિત ૧૮ ખેલીઓ પાસેથી ૫ લાખની રોકડ સહિત ૪૨ લાખનો મુદ્દામાલ ઝડપાયો
બી ડિવિઝનની હદમાં એ ડિવિઝનનો દરોડો, એસપીને બાતમી મળી અને લાંબા સમયથી ચાલતી જુગાર ક્લબ ઝડપાઈ

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨૩ : ભુજમાં નાગોર રોડ ઉપર લાંબા સમયથી જુગાર ક્લબ ચાલતી હોવાની ચર્ચા વચ્ચે પોલીસે દરોડો પાડી ખેલીઓના રંગમાં ભંગ પડ્યો હતો. આ અંગે મળતી વિગતો મુજબ ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેકટર આર.સી. ગોહીલના માર્ગદર્શન હેઠળ ભુજ શહેર એ ડીવીઝન પોલીસ સ્ટાફ તથા ભુજ શહેર બી.ડીવી.પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના માણસો સાથે સંયુકત રીતે બાતમીના આધારે દરોડો પાડતા ૨ મહિલા સહિત ૧૮ ખેલીઓ ઝડપાયા હતા. શહેરની ભાગોળે આવેલા નાગોર રોડ ઉપર પાંજરાપોળ સામે પૂજન ગિરીશ ગોર નાલ ઉઘરાવી જુગાર રમાડતો હોવાની બાતમીના આધારે પોલીસે ધાણી પાસા ઉપર હારજીતનો જુગાર રમતા ૧૮ ઈસમો પાસેથી રૂ.૫.૨૩ લાખની રોકડ, રૂ.૧.૫૯ લાખના મોબાઇલ નંગ-૧૫ રૂ. ૩.૬૦ લાખના ટુ વ્હીલર વાહન ૧૧ તથા રૂ. ૩૧ લાખના ફોરવ્હીલ વાહન ૬ અને રૂ. ૩૦ હજારની ૧ રીક્ષા એમ કુલ રૂ. ૪૧ લાખ ૭૨ હજાર ૫૦૦ના મુદામાલ સાથે ૧૮ ખેલીઓને ઝડપી તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરી હતી. પકડાયેલ આરોપીઓ ભુજના કાસમ જુમા કેવર, પ્રેમલ કિરણભાઇ શાહ, અંજાર તા.ના સીનુગ્રાના હાજી નુરમામદ ગંઢ, ભુજના દિપ શાંતિલાલ વ્યાસ, સલીમ જુસબ મોખા,અબ્દુલ લતિફ મેમણ, પુજન ગિરિશભાઇ ગોર, મામદ હુસૈન જુણેજા,ઇમરાન અબ્દુલકરીમ નાઇયા, મીત કાંતીભાઈ ઠકકર, જયેશ કરસનજી વ્યાસ, હિરેન દિનેશભાઈ ઠકકર, હનિફ સુલેમાન પારા,હલીમાબાઇ હસમુખભાઇ ગોર, સલમાબાઇ સલેમાન ગંઢ,સંદીપ રમણલાલ શાહ, રજાક મામદ જુણેજા, હિરેન શાંતીલાલ ગોર સામે જુગારધારા નીચે ગુનો નોંધી કાર્યવાહી કરી હતી. પશ્ચિમ કચ્છના ઇન્ચાર્જ એસપી સાગર બાગમારે ને બાતમી મળ્યા બાદ તેમણે ભુજ એ ડિવિઝન પોલીસને દરોડો પાડવા સૂચના આપી હતી. ભુજ બી ડિવિઝન પોલીસની હદમાં પડેલા આ દરોડાની તપાસ સર્કલ પીઆઈ ને સોંપાઈ છે.
(9:24 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
