<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 23rd August 2024

ભાવનગરના પાદરગઢ ગામે વીજળી પડતા યુવતીનું મોત

વગર વરસાદે બનેલી કરૂણ ઘટના

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૨૩: તળાજા પંથકમાં કાળયોગ શરૂ થયો હોય તેમ એક પછી એક એમ બે યુવતીઓના અપમૃત્‍યુ ના બનાવ અને ગોરખી ગામે બે મહિલા સહિત ત્રણ વ્‍યક્‍તિ પર હુમલા ની ઘટનાએ ચકચાર જગાવી હતી.

મોત ગમેતે બહાને,ગમેત્‍યાં આવી શકેતેવું વધુ એક વખત પુરવાર કરતી ઘટના ની મળતી વિગતોમાં મૂળ ગુંદરણા ગામના વતની હાલ પાદરગઢ ગામે વાડીમા રહેતા વૈશાલીબેન નાથાભાઇ ઝીંઝુવાડિયા ઉ.વ.૧૮ આજે બપોરબાદ વાડીમાંથી પસાર થતા હતા.એ સમયે વરસાદ ન હોવા છતાંય વીજળી થતા દોડીને વૃક્ષ નીચે જતા રહેતા વગર વરસાદએ તેમની પર વીજળી પડતા તળાજા રેફરલ હોસ્‍પિટલ ખાતે લાવતા ડોક્‍ટર એ મૃત્‍યુ પામેલ હોવાનું જાહેર કરેલ.

બીજા અપમૃત્‍યુના બનાવમાં રાજપરા(તણસા) ગામે રહેતી યુવતી સંગીતાબેન કાળુંભાઈ ગોહિલ ઉ.વ.૨૪ ઘરના ઝાંઝરૂ મા જતા આર્થીગ આવતા કરંટ લાગવાના કારણે મૃત્‍યુ પામેલ.તેઓ રત્‍ન કલાકાર તરીકે મજૂરીકામ કરતા હતા.તેમને પી.એમ માટે તળાજા લાવવામાં આવેલ.

મારામારીનો બનાવ ગોરખી ગામે બન્‍યો હતો. જેમાં રૂડીબેન પરષોત્તમભાઈ બારૈયા,રેખાબેન રમેશભાઈ બારૈયા, રમેશ પરષોત્તમભાઈ બારૈયા ઉપર હુમલો કરતા ઇજાઓ સાથે અહીં સારવાર માટે લાવવામાં આવેલ. હુમલો રસ્‍તાપર ચાલવા બાબતે પાંચાભાઈ,રમેશભાઈ સહિતનાએ કરેલ હોવાનું ઇજાગ્રસ્‍ત એ જણાવ્‍યું હતુ.

(10:20 AM IST)