<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 23rd August 2024

કોડીનારનાં દેવળી (દેદાજી) ગામે ૨૮ કરોડ ૪૦ લાખની ગૌચરની જમીન ખુલ્લી કરાઇ

૩ દિ'માં ૩૫ દબાણકારો દ્વારા દબાણ કરેલી આશરે ૫૯૭૬૨૧ ચો.મી. જમીનો ખુલ્લી કરાવી ગામના પશુધન અને જમીનોમાં ચારવા માટે છુટું મુકાયું

કોડીનાર તા.૨૩: જિલ્લા કલેકટર દિગ્‍વિજયસિંહ જાડેજાનાં માર્ગદર્શન હેઠળ તાલુકાના દેવળી ગામે ગૌચરની જમીન ઉપર ગ્રામ પંચાયત દ્વારા દબાણ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી. જમીનો પરના દબાણો દૂર કરી જમીનમાં શેરડી અને મગફળીના ઉભા પાકમાં ગામના પશુધનને ચરવા માટે છૂટું મુકતા પશુપાલકોમાં ખુશી જોવા મળી.

દેવળી ગામે ગૌચરની જમીન ઉપર ગ્રામ પંચાયત દ્વારા દબાણ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી. જે અંતર્ગત ૧૦ દબાણદારો દ્વારા દબાણ કરવામાં આવેલી આશરે રૂ. ૧ કરોડ ૪૦ લાખની કુલ ૫૫૭૭૮ ચો.મી. કિંમત જમીન ખુલ્લી કરવામાં આવી હતી.

આમ, વહિવટી તંત્ર દ્વારા ૩ દિવસમાં કુલ ૩૫ દબાણદારો દ્વારા દબાણ કરેલી આશરે રૂ. ૨૮ કરોડ ૪૦ લાખની ૫૯૭૬૨૧ ચો.મી. જમીન ગ્રામ પંચાયત દ્વારા ચાર જેસીબી તેમજ બે ટ્રેકટર દ્વારા ગૌચર જમીન પરના તમામ દબાણ દૂર કરવામાં આવ્‍યા હતાં.

ગીર સોમનાથ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લાની ૩૨૯ ગ્રામ પંચાયત પૈકી ૬૪ ગ્રામ પંચાયતોમાં અત્‍યાર સુધી ગૌચર સરકારી જમીન અને જાહેર માર્ગના દબાણ મળીને કુલ ૧૫.૮૯ લાખ ચોરસ મીટર જમીન ખુલ્લી કરાવવામાં આવી છે જેની અંદાજિત ૨૪૭ કરોડની કિંમત આંકવામાં આવી છે આગળના દિવસોમાં બાકી રહેતી અન્‍ય ગ્રામ પંચાયતોમાં પણ સરકારના નિયમ અનુસાર ગૌચર કે સરકારી જમીન પર થયેલા દબાણ દૂર કરવાની લઈને જિલ્લા વહીવટી તંત્ર કામગીરી કરવા જઈ રહ્યું છે.

સોમનાથ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પાછલા એકાદ મહિનાથી જિલ્લામાં ગૌચર સરકારી ખરાબાની જમીન કે જે વિસ્‍તાર માંથી માર્ગ નીકળતો હોય આવી શ્રી સરકાર હસ્‍તકની જમીનો પર ખૂબ મોટા પ્રમાણમાં દબાણ કરવામાં આવ્‍યુ હતુ જેને અનુલક્ષીને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અત્‍યાર સુધીમાં કુલ ૧૫.૮૯ લાખ ચોરસ મીટર જમીન ખુલ્લી કરાવવામાં આવે છે જેની આજના દિવસે બજાર કિંમત ૨૪૭ કરોડ કરતાં વધુની થવા જાય છે જિલ્લાની ૩૨૯ ગ્રામ પંચાયત પૈકી ૬૪ ગ્રામ પંચાયતોમાં દબાણ દૂર કરવાની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે આગામી દિવસોમાં આ જ પ્રકારે અન્‍ય ગ્રામ પંચાયતોમાં પણ કામગીરી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ખુલ્લી કરાવવામાં આવેલી જમીનો પૈકી ૧૩.૨૧ લાખ ચોરસ મીટર જમીન ગૌચરની સામે આવી હતી જેની બજાર કિંમત ૧૦૭ કરોડ રૂપિયા થવા જાય છે તો બીજી તરફ સરકારી અને ખરાબાની જમીન કે જેનો વિસ્‍તાર ૨.૬૮ લાખ ચોરસ મીટર થવા જાય છે જેની બજાર કિંમત ૧૪૦ કરોડ રૂપિયા થવા જાય છે આ તમામ સરકારી જમીનોને ખુલ્લી કરીને ગૌચરમાં પશુધન ચરી શકે તે માટેની વ્‍યવસ્‍થા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી છે અત્‍યાર સુધી અહીં દબાણકારો દ્વારા દબાણ કરીને તેમના આર્થિક લાભ માટે ખેતી થતી હોવાનો પણ જિલ્લા વહીવટી તંત્રની નજરમાં આવ્‍યું હતું. ત્‍યાર બાદ દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. વધુમાં જિલ્લામાં જે દબાણકારો દ્વારા સરકારી કે ગૌચર જમીન પર દબાણ કરવામાં આવ્‍યું છે તેને દૂર કરે અન્‍યથા જિલ્લા વહીવટી તંત્ર બાકી રહેતી ગ્રામ પંચાયતોમાં આ જ પ્રકારે કામગીરી કરીને ગૌચર અને સરકારી જમીનને ખુલ્લી કરાવશે તેવી ચિમકી જિલ્લા કલેકટર દ્વારા દબાણકારોને આપવામાં આવી છે.

(10:20 AM IST)