News of Friday, 23rd August 2024
મોટા આંકડીયામાં ચાંદીની ચેઇન ઉઠાવી ફરાર
શેઠના બહેનની ઓળખાણ આપી ચેઇન જોવા માંગી લઇ જઇ નાસી ગયા

(અરવિંદ નિર્મળ દ્વારા)અમરેલી,તા. ૨૩: તાલુકાના મોટા આંકડીયા ગામે જીજ્ઞેશભાઈ વઘાસીયાની વાડીએ મંજુબેન આલમસિંગ પસાયા ઉ.વ.૧૯ મુળ એમપી હાલ મોટા આંકડીયા વાડીમાં કામ કરતાં પોતાના પતિ માટે ભાત લઈને જતાં હતાં ત્યારે બાઇક ઉપર એક અજાણ્યો શખ્સ અને મહિલા આવેલ અને મહિલાએ મંજુબેનના શેઠ જીજ્ઞેશભાઈ વઘાસીયાના બહેન હોવાની ખોટી ઓળખ આપી જીજ્ઞેશભાઇએ થી મોકલાવેલ છે તે બહાને મંજુબેનને ઓરડીએ જઈ અજાણી મહિલાએ ગળામાં પહેરલ ચાંદીનો ચેઇન જોવા માંગેલ તે ચેઇન જોવા આપતાં અજાણી મહિલાએ પોતાના ગળામાં પહેરી લઈ શેઠ જીજ્ઞેશભાઈએ સાતમ આઠમમાં પહેરાંવા મંજુબેન પાસેથી લઇ લેવાનુ કહેલ છે તેમ કહીં ચાંદીનો ચેઇન રૂા.૬ હજારની કિંમતનો લઈ અજાણી મહિલા અને પુરૂષ બાઇક લઈ નાસી ગયાની અમરેલી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
(11:14 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
