News of Friday, 23rd August 2024
સરસીયામાં પ્રૌઢનું ઝેરી દવા પી જતાં તેમજ કુબડામાં યુવાનનું કુવામાં પડી જતાં મોત

(અરવિંદ નિર્મળ દ્વારા)અમરેલી,તા. ૨૩: જિલ્લામાં યમરાજાએ પડાવ નાખ્યો હોય તેમદિન પ્રતિદિન કમોતના બનાવોમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. ધારીતાલુકાના સરસીયા ગામે કરશભાઈ ભીમાભાઈ મકવાણા ઉ.વ.૫૬ પોતે એકલા રહેતાં હોયઅને જીંદગીથી કંટાળી જઈ કોઈ અગમ્ય કારણોસર પોતે પોતાની મેળે ઝેરી દવાપી જતાં મોત નિપજયાનું રમેશભાઈ ભીમાભાઈ મકવાણાએધારી પોલીસ મથકમાંજાહેર કરેલ છે. જયારે બીજા બનાવમાં ધારી તાલુકાના કુબડા ગામે મુળ એમપીના હાલ દિનેશભાઈ કોટડીયાની વાડીએ લક્ષ્મણભાઈ ઘુમસિંગભાઇ અમલીયાર ઉ.વ. ૧૯ પોતે ઉઠીને લઘુશંકા કરવા જતો હતો ત્યારે કુવામાં પગ લપસી જતાં ડુબી જવાથી મોત નિપજયાનું માનસિંગ મુતરાભાઈ ઉર્ફે મોતિસીંગ મુતરીયા અમલીયારે ધારી પોલીસ મથકમાં જાહેર કરેલ છે.
લાઠી રોડે યુવાન ઉપર હુમલો
અમરેલી લાઠી રોડ ડિલકસ પાનના ગલ્લે વિનોદગીરી મનરૂપગીરી ગોસાઇનોદિકરોહાર્દ તા. ૧૪-૬ ના પાનના ગલ્લે પોતાનામિત્રને મળવા ગયેલ ત્યારે અવિરત ધાધલે કહેલ કે તું શું કામ અમારી પર્શનલ વાતો બધાને કહે છે તેમ કહી ઝઘડો કરી અન્ય અજાણ્યા ત્રણ છોકરાઓએ એક સંપ કરી ગાળો બોલી મોઢા ઉપર લાફા મારી ધમકી આપ્યાની અમરેલી સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
ચલાલામાં યુવતિ ગુમ
ચલાલામાં રહેતી યુવત નોવેલ્ટીની દુકાનમાં નોકરી કરતી હોય તેમણે દુકાનનાશેઠ ને મારા મમ્મીને મજા નથી તો હું અડધો કલાકમાંથરે જઇ આવું તેવું જણાવી જતીરહી ગુમ થયાનું યુવતનાભાઇએ ચલાલા પોલીસ મથકમાં જાહેર કરેલછે.
વાહનચાલકો સહિત ૨૧ નસેડીઓ ઝડપાયા
અમરેલીજિલ્લમાં પોલીસે દેશીદારૂનો એક સ્થળે દરોડો પાસે તેમજ ડુંગર અને સાવર કુંડલા પોલીસે બેસ્થળે ઈગ્લીશ દારૂના દરોડાઓ પાડી મુદામાલ સાથે ત્રણ શખ્સોને ઝડપી પાડયા હતાં. જયારે જિલ્લામાં જુદા જુદા સ્થળોએથી બે વાહનચાલકો સહિત ૨૧ શખ્સોને નશો કરી રાજાપાઠમાં નિકળતાં ઝડપી લઈ જેલની હવા ખવડાવી સરભરા કરીહતી. જેમાં સાવરકુંડલા, વંડા, લીલીયા, ચલાલા, ડુંગર, જાફરાબાદ, વડીયા પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
અમદાવાદમાં પરિણતાને ત્રાસ અપાયો
અમદાવાદમાં તળષાબેન લક્ષ્મણભાઈ આકોલીયા ઉ.વ. ૨૯ને પતિ લક્ષ્મણભાઈ, સાસુ ગીતાબેન, સસરા જયસુખભાઇ, દિયર સંજયે લગ્ન બાદ પાંચેક વર્ષ સારી રીતે રાખી પતિ, સાસુ, સસરા તથાદિયરે નાની વાતોમાં ગાળો બોલી મેણા મારી ત્રાસ અપ્યાની લાઠી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
જુગારના બે દરોડા
અમરેલી જિલ્લામાંપોલીસે જુદાજુદા બે સ્થળે જુગારના દરોડાઓપાડી ૯ શખ્સોનેજુગટુ રમતારોકડ રૂા. ૨૨, ૨૭૦ના મુદામાલ સાથે ઝડપી પાડયાહતાં. જેમાં બાબરા મેઇન બજારમાં રિમાંજાહ જાહેરમાં હારજીતનો જુગાર રમતાં કાકુ રામભાઈ રાઠોડ, લાલજી બાલાભાઈ ગમારા, ગોપાલ દરજી, અરમાન મેતરને પો. કોન્સ. હસમુખભાઈ ચૌહાણે રોકડ રૂા. ૧૧,૬૦૦ના મુદામાલ સાથે ઝડપી પાડયા હતાં. રેઇડ દરમિયાન દેવા રતાભાઈ ગમારાઅનેસતિષદરબાર નાસી છુટયાહતાં. સાવરકુંડલાતાલુકાના દેતડ ગામેતુલસી જયસુખભાઈ વાઘેલા, કેટાભીમાભાઈ વાઘેલા, હિંમત છગનભાઈ વાઘેલા, રૂખડ મધુભાઈ વાઘેલા, ગીરઘર ભીખાભાઈ વાઘેલાને અમરેલી એલસીબીના હે. કોન્સ. નિલેશભાઈ બાબરીયાએ રોકડ રૂા. ૧૦,૬૭૦ના મુદામાલ સાથે ઝડપી પાડયા હતાં
(11:17 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
