<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 23rd August 2024

પાટણવાવનાં રૂદ્ર પેથાણીએ ગોલ્‍ડ, સિલ્‍વર અને બ્રોન્‍ઝ એમ ત્રણ મેડલ જીતી વગાડયો ભારતનો ડંકો

૧૭મી ઇન્‍ટરનેશનલ અર્થ સાયન્‍સ ઓલિમ્‍પિયાડમાં ભારતનું ઉત્‍કૃષ્‍ટ પ્રદર્શન, ભારતને મળ્‍યા ૩ ગોલ્‍ડ, ૨ સિલ્‍વર મેડલ, ૩ બ્રોન્‍ઝ મેડલ

(કિશોર રાઠોડ દ્વારા) ધોરાજી,તા. ૨૩: તાલુકાનાં મૂળ પાટણવાવ ગામનાં રૂદ્ર પેથાણીએ તાજેતરમાં બેઇજિંગ , ચીન ખાતે યોજાયેલ ૧૭મી ઈન્‍ટરનેશનલ અર્થ સાયન્‍સ ઓલિમ્‍પિયાડમાં જુદી-જુદી ત્રણ કેટેગરીમાં ગોલ્‍ડ, સિલ્‍વર અને બ્રોન્‍ઝ એમ ત્રણ મેડલ જીતી ભારતનો ડંકો વગાડ્‍યો છે. આ સ્‍પર્ધામાં ભારતને ૦૩ ગોલ્‍ડ, ૦૨ સિલ્‍વર મેડલ, ૦૩ બ્રોન્‍ઝ મેડલ ઙ્કાપ્ત થયા છે.

આ ઓલમ્‍પિયાડ માટે ભારતમાંથી ૦૪ વિદ્યાર્થીઓનું સિલેકશન થયું હતું, જેમાં ગુજરાત, કેરળ, છત્તીસગઢ અને રાજસ્‍થાનના વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. જેમાં ગુજરાતમાંથી એકમાત્ર રૂદ્ર પેથાણીની પસંદગી થઈ હતી. આ ઓલિમ્‍પિયાડમાં રૂદ્રને ‘થિયરી અને પ્રેક્‍ટિકલ , અર્થ સાયન્‍સ પ્રોજેક્‍ટ , ઈન્‍ટરનેશનલ ટીમ ફિલ્‍ડ ઇન્‍વેસ્‍ટિગેશન' એમ જુદી-જુદી ત્રણ કેટેગરીમાં ગોલ્‍ડ, સિલ્‍વર અને બ્રોન્‍ઝ એમ ત્રણ મેડલ પ્રાપ્ત થતાં પરિવારમાં ખુશી છવાઈ છે.

સરપંચશ્રી પ્રવિણભાઈ પેથાણીએ રૂદ્રને અભિનંદન પાઠવતાં જણાવ્‍યું હતું કે, આ ખુશીની ક્ષણ પેથાણી પરીવાર તથા ભારત માટે ગૌરવવંતી ક્ષણ છે. રૂદ્રએ તેના પિતા ડો.કૌશિક પેથાણી તથા માતા ડો. હીના પેથાણી અને સમગ્ર પરિવારની સાથે સાથે પાટણવાવ, ગુજરાત અને ભારતનું નામ દુનિયાભરમાં રોશન કર્યું છે.

ભારતે વર્ષ ૨૦૦૭ થી ઈન્‍ટરનેશનલ અર્થ સાયન્‍સ ઓલિમ્‍પિયાડ (IESO) માં ભાગ લીધો છે અને મૈસુરમાં આયોજિત ૧૦મી આવળત્તિનું આયોજન કર્યું હતું. આ વર્ષે , ૧૭મી ઈન્‍ટરનેશનલ અર્થ સાયન્‍સ ઓલિમ્‍પિયાડમાં જુદા જુદા ૩૫ દેશોની ટીમોએ ભાગ લીધો હતો , જેમાંથી ૩૨ ટીમો અંતિમ તબક્કામાં પહોંચી હતી. સ્‍પર્ધાઓ ચાર કેટેગરીમાં હતીઃ થિયરી અને પ્રેક્‍ટિકલ , અર્થ સાયન્‍સ પ્રોજેક્‍ટ , ઇન્‍ટરનેશનલ ટીમ ફિલ્‍ડ ઇન્‍વેસ્‍ટિગેશન અને ડેટા માઇનિંગ.

ઉલ્લેખનિય છે કે,  ઈન્‍ટરનેશનલ અર્થ સાયન્‍સ ઓલિમ્‍પિયાડ એ પળથ્‍વી વિજ્ઞાન મંત્રાલયની રીચઆઉટ (સંશોધન, શિક્ષણ , તાલીમ અને આઉટરીચ) યોજના હેઠળનો સૌથી સફળ વિદ્યાર્થી-કેન્‍દ્રિત કાર્યક્રમ છે. ઈન્‍ટરનેશનલ અર્થ સાયન્‍સ ઓલિમ્‍પિયાડ (IESO) ની સ્‍થાપના વર્ષ ૨૦૦૩માં કેલગરી, કેનેડામાં ઈન્‍ટરનેશનલ જીઓસાયન્‍સ એજ્‍યુકેશન ઓર્ગેનાઇઝેશન કાઉન્‍સિલની બેઠકમાં કરવામાં આવી હતી. આ વિશ્વભરના માધ્‍યમિક શાળાના વિદ્યાર્થીઓ માટેની વાર્ષિક સ્‍પર્ધા છે. જેનો ઉદ્દેશ ટીમ વર્ક, સહયોગ, વિચારોનું આદાનપ્રદાન અને સ્‍પર્ધા દ્વારા પળથ્‍વી વિજ્ઞાન વિશે જાગળતિ લાવવાનો છે

(11:26 AM IST)