<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 23rd August 2024

કાલે મુખ્‍યમંત્રી ભાવનગરની મુલાકાતે

પ્રધાનમંત્રી આવાસ યોજનાનું લોકાર્પણ : અલંગ શિપ બ્રેકિંગ યાર્ડની મુલાકાત લેશે

(મેઘના વિપુલ હિરાણી દ્વારા)ભાવનગર તા.૨૩: ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા શહેરના ભરતનગર વિસ્‍તારમાં બનાવવામાં આવેલા પ્રધાનમંત્રી આવાસ યોજનાનું લોકાર્પણ શનિવારે મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઈ પટેલના હસ્‍તે કરવામાં આવશે. આવાસના લોકાર્પણ કાર્યક્રમનું સરદારનગર ઓડિટોરિયમ ખાતે આયોજન કરાયું છે. મુખ્‍યમંત્રી અલંગ શીપ બ્રેકિંગ યાર્ડની પણ મુલાકાત લેનાર હોવાનું જાણવા મળે છે.

ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા પ્રધાનમંત્રી આવાસ ઘણા સમયથી બનાવવામાં આવ્‍યા હતા પરંતુ લોકાર્પણના વાંકે લાભાર્થીઓને સોંપવામાં આવ્‍યા ન હોવાની નારાજગી લાભાર્થીઓમાં ફેલાઈ હતી. અંતે હવે તેનો મુહૂર્ત નીકળતા લોકાર્પણ કરવામાં આવશે.

કાર્યક્રમના અનુસંધાને કોર્પોરેશન દ્વારા પણ મુખ્‍યમંત્રીના રૂટ પરથી દબાણો હટાવવાની કામગીરી શરૂ કરી છે. એસ્‍ટેટ વિભાગ દ્વારાશહેરના એરપોર્ટ રોડથી સુભાષ નગર, મહિલા કોલેજ થી ઘોઘા સર્કલ, રૂપાણી સર્કલ અને સરદાર નગર સર્કલ વિસ્‍તારમાં અસ્‍થાયી દબાણ હટાવ્‍યા હતા.

(11:49 AM IST)