<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 23rd August 2024

રતનપરમાં બાઇક અથડાતા આધેડનું મોત

વઢવાણમાં ટ્રક હડફેટે ભાવનગરના યુવાનનું મોત : વઢવાણના વકીલની કારને ચોટીલા હાઇવે પર અકસ્‍માત : ચોટીલા હાઇવે પર કાર અકસ્‍માતમાં બાઇક ચાલકને ઇજા

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ, તા. ર૩ : રતનપર ઉમીયા ટાઉનશીપમાં રહેતા વિજયસીંહ ખેર ટ્રેકટરના શો રૂમમાં નોકરી કરે છે.  સાંજે તેમના પિતા દિલીપભાઈ ખેર ચાલીને બાયપાસ રોડ પર પસાર થતા હતા. જેમાં પાછળથી રતનપરના ધર્મજીત ગંગારામભાઈ મોરીએ બાઈક અથડાવ્‍યુ હતુ. જેમાં બાઈક ચાલક અને દિલીપભાઈ બન્નેને ઈજાઓ પહોંચતા સારવાર માટે દવાખાને લઈ જવાયા હતા. જેમાં દિલીપભાઈને માથા પર ગંભીર ઈજા થવાથી મોત થયુ હતુ. બનાવની જોરાવરનગર પોલીસ મથકે મળતકના પુત્ર વિજયસીંહ ખેરે ફરિયાદ નોંધાવતા વધુ તપાસ બીટ જમાદાર વી.કે.જાદવ ચલાવી રહ્યા છે.

 ભાવનગરના કાળીયાબીડમાં રહેતો ૩૦ વર્ષીય સુરેશ ઉર્ફે અનીલ બાબુભાઈ વાઘેલા વઢવાણ ગેબનશા સર્કલ પાસે આવેલ નાસ્‍તાની લારીએ કામ કરતો હતો. સાંજે તે ચાલીને જતો હતો. ત્‍યારે એક ટ્રક ચાલકે પુરઝડપે ચલાવી સુરેશને અડફેટે લેતા મોત થયુ હતુ. ભાવનગર પોલીસે મળતકના ફોટા વોટસએપ ગ્રુપમાં વાયરલ કરતા પરિવારજનોને જાણ થતા તેઓ વઢવાણ દોડી આવ્‍યા હતા. અને મળતકની લાશનો કબજો સંભાળી ટ્રક ચાલક સામે મળતકની માતાએ ફરિયાદ નોંધાવી છે.

ચોટીલાની કલ્‍પના સીનેમા પાછળ રહેતા વસીમભાઈ કલાડીયા ટ્રાન્‍સપોર્ટનો ધંધો કરે છે. તેમના મામાનો દિકરો અજનાનભાઈ  બાઈક લઈને હાઈવે પર જતો હતો. ત્‍યારે એક કાર ચાલકે ગફલતભરી રીતે અકસ્‍માત સર્જયો હતો. જેમાં અજનાનભાઈને ગળામાં અને પગમાં ઈજા થતા સારવાર માટે રાજકોટ લઈ જવાયા હતા.

વઢવાણના ઘરશાળા રોડ પર આવેલ શકિતનગરમાં રહેતા ૩૩ વર્ષીય પ્રશાંતભાઈ રામજીભાઈ વોરા વકીલાત કરે છે. તેઓ કાર લઈને પત્‍ની માધુરીબેન સાથે સુરેન્‍દ્રનગરથી રાજકોટ જતા હતા. ત્‍યારે ચોટીલા નેશનલ હાઈવે પર જોલી એન્‍જોય પાસે પાછળથી એક ટ્રક ચાલકે ગફલતભરી રીતે ઓવરટેક કરી કારના ડ્રાઈવરની સાઈડે અકસ્‍માત કર્યો હતો. જેમાં કારમાં અંદાજે રૂ. રથી ૪ હજારનું નુકશાન થયાની ચોટીલા પોલીસ મથકે અજાણ્‍યા ટ્રક ચાલક સામે ફરિયાદ નોંધાઈ છે.

ચૂડા તાલુકાના સમઢીયાળા ગામે રહેતા ગોબરભાઈ મશરૂભાઈ ધરજીયા ખેતી કરે છે. તેઓની સમઢીયાળાની સીમમાં ખેતીની જમીન આવેલી છે. તેઓના ખેતરની થોડી જમીનમાં સમઢીયાળાના જ દેવરાજ રણછોડભાઈ રબારી ખેતી કરતા હતા. અને ઉપજ-નીપજ લેતા હતા. આ બાબતે દેવરાજને વાત કરતા તેઓ જમીન ખાલી કરતા ન હતા. આથી લેન્‍ડ ગ્રેબીંગ એકટ હેઠળ અરજી કરાઈ હતી. જેમાં તા. ૨૧મી ઓગસ્‍ટના રોજ ચૂડા પોલીસ મથકે દેવરાજ રણછોડભાઈ રબારી સામે લેન્‍ડ ગ્રેબીંગ એકટ હેઠળ ફરિયાદ નોંધાઈ છે. બીજી તરફ ચૂડા તાલુકાના ચોકડી ગામની સીમમાં છબલબેન ભવાનભાઈ ચૌહાણની ખેતીની જમીન આવેલી છે. જેની બાજુમાં જમીન ધરાવતા ચોકડીના દેવશી ભુરાભાઈ રબારી છબલબેનને તેમની જમીનમાં ખેતી કરતા અટકાવતા હતા. આ બાબતે છબલબેને અરજી કરી હતી. જેની તપાસમાં દેવશી રબારીએ તેની જમીન બાજુમાં સરકારી જમીન પર કબજો જમાવી તેમાં ઈંટોનું ઢાળીયુ બનાવી બિનઅધિકળત રીતે દબાણ કર્યાનું સામે આવ્‍યુ હતુ. આથી ચૂડા મામલતદાર યશવંતકુમાર હીરાલાલ પરમારે દેવશી ભુરાભાઈ રબારી સામે લેન્‍ડ ગ્રેબીંગ એકટ હેઠળ ફરિયાદ નોંધાવી છે. બંને બનાવની તપાસ ડીવાયએસપી વી. એમ.રબારી ચલાવી રહ્યા છે

(12:24 PM IST)