News of Friday, 23rd August 2024
મેંદરડા પાસે કારમાં દારૂ લઇ જતા ૩ ઝડપાયા

જુનાગઢઃ અંબાળા ગામ તરફથી એક ફોરવ્હીલ કાર જીજે૦૩ઁ ડી.એન.૮૬૦૫ વાળી નીકળનાર છે અને તેમા ઇંગ્લીશ દારૂનો જથ્થો ભરેલ છે. તેવી હકીકત મળતા તુરંત જ એ.ટી.એમ ફાર્મના ગેટ પાસે વોચમાં રહેલ તે દરમ્યાન ઉપરોકત હકીકતવાળી ફોરવ્હીલ આવતા જેને ચેક કરતા તેની પાછળની સીટના ભાગે તેમજ ફોરવ્હીલની ડેકીમા પ્લાસ્ટીકના ઝબલાઓ હોય તેમજ પ્લાસ્ટીકના બાચકાઓની અંદર પ્લાસ્ટીકના ઝબલાઓ હોય જે ખોલી ચેક કરતા તેમા ઇન્ગ્લીશ દારૂના પ્લાસ્ટીકના ચપલા ભરેલ હોય નંગ- ૪૭૯ કિ.રૂ.૪૭,૯૦૦/- નો પ્રોહી મુદમાલ મળી આવતા વિજયભાઈ અરજણભાઇ કરંગીયા આહીર (ઉ.વ.૩૦) ધંધો.પ્રા.નોકરી રહે. બામણસા (ઘેડ) તા.કેશોદવાળા અન્ય ૨ ઇસમો (૨) દીલીપભાઇ વિરાભાઇ વાળા કોળી રહે.લેરકાગામ વાળો, (૩) ધવલ વીક્રમભાઇ પીપલોતર રહે કેનેડીપુર સામે કાર્યવાહી કરી હતી. મેંદરડા પો.સ્ટે ના પીએસઆઇ એસ.એન.સોનારા, એચસી ડી.એન.ગળચર, પીસી દિનેશભાઇ મેણંદભાઇ ચાવડા, પીસી રાજેશભાઇ વિજયભાઇ પરમાર તથા પીસી કમલેશભાઇ દેવાભાઇ પાથર વિગેરે સાથે રહી આ કામગીરી કરેલ છે
(12:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
