News of Friday, 23rd August 2024
લાલપુરમાં ૧૯ લાખના દારૂનો નાશ કરાયો

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર : લાલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં સરકારી સમિતિ ના અધ્યક્ષ સ્થાને એસ.જે. અસ્વાર સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ લાલપુર તથા સભ્ય આર.બી.દેવધા નાયબ પોલીસ અધિક્ષક જામનગર ગ્રામ્ય વિભાગ જામનગર તથા વી.એસ. પટેલ સર્કલ પો. ઈન્સ જામનગર ગ્રામ્ય વિભાગ જામનગર તથા કે. એલ. ચાવડા મામલતદાર લાલપુર તથા એમ.સી.વાળા નશાબંધી અને આબકારી અધિકારી વિભાગ જામનગર તથા વાય.જે. વાઘેલા પો.ઈન્સ જામજોધપુર પોલીસ સ્ટેશન તથા બી.બી.કોડીયાતર મેઘપર(પડાના) પોલીસ સ્ટેશન તથા એસ.પી.ગોહિલ લાલપુર પોલીસ સ્ટેશન તેમજ ઇ.ચા શેઠ વડાળા પોલીસ સ્ટેશનની હાજરીમાં લાલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઢાંઢાર નદીના કાંઠે જુદા જુદા પોલીસ સ્ટેશનમાં જુદા જુદા ગુન્હા ઓમાં પકડાયેલ ઇંગલિશ દારૂની બોટલો તથા બિયર ના ટીન તેમજ ચપટા નંગ-૭૮૦૨ જેની કી.રૂ ૧૯,૮૦,૨૫૦ નો કોર્ટના હુકમ અન્વયે નાશ કરવામાં આવેલ છે.
(1:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
