<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 23rd August 2024

પડધરીમાં નવા કાયદા અંગેનો સેમિનાર યોજાયો

પડધરી : તાલુકા વિકાસ સર્વિસ ઓથોરીટી પડધરીની ટીમ તથા પડધરી બાબ એસોસીઅશેનના ઉપક્રમે સરકારી વાણીજય અને વિનયન કોલજે પડધરી ખાતે નવા ફોજદારી કાયદા અંતર્ગત સેમીનારનું આયોજન કરવામાં આવેલ હતું.  કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તથા વકતા તરીકે તાલુકા કાનુની સેવા સત્તા મંડળના ચેરમેન તથા પ્રિન્સીપાલ જજ આર.આર. બારીઆ પડધરીના આસીસ્ટન્ટ, પબ્લીક પ્રોસીકયુટર ડો. જી.એ. ઠાકર દ્વારા નવા ફોજદારી કાયદાઓ જેમાં ભારતીય ન્યાય સંહિતા-ર૦ર૩, ભારતીય સાક્ષ્ય  અધીનિયમ -ર૦ર૩ તથા સર્વિસ નાગરીક સુરક્ષા સંહિતા-ર૦ર૩ પર સરળ સમજ આપવામાં આવેલ.  આ કાર્યક્રમમાં પી.એસ.આઇ. જી.જે. ઝાલા પડધરી પોલીસ સ્ટેશન તથા પડધરી તમામ પોલીસ સ્ટાફ તથા પડધરી બાબ એસોસીએશનના તમામ સભ્યો ઉપસ્થિત રહેલ હતા. કાર્યક્રમના સફળતા માટે કોલેજના આચાર્યશ્રીએ તથા તાલુકા સમિતિના લિંગલ સેક્રેટરી આર. આર. વોરાએ અભિનંદન પાઠવેલ છે.

(1:45 PM IST)