<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 23rd August 2024

રાહત પેકેજ જાહેર થશે : પુનમબેન

 

જામનગર : સાંસદશ્રી પુનમબેન માડમ દ્વારા) કલ્યાણપુર અને દ્વારકા તાલુકામાં જુલાઈ મહિનામાં અતિભારે વરસાદના લીધે અસરગ્રસ્ત ગામોની મુલાકાત કરેલ તેમજ ખેડૂતોના પાક તેમજ વાડીએ જવાના રસ્તાઓને થયેલ નુકસાન, જમીન ધોવાણ અને અસરગ્રસ્ત વિસ્તાર માટે ખાસ રાહત પેકેજ આપવા રાજ્ય સરકાર સમક્ષ લેખિત રજૂઆત કરેલ. તે માટે આજરોજ માનનીય  મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને વિધાનસભામાં રૂબરૂ મળીને આગ્રહભરી રજૂઆત કરતા, તેઓ શ્રીએ સત્વરે રાહત પેકેજ જાહેર કરશે એવી ખાતરી આપેલ છે.

(1:49 PM IST)