<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 23rd August 2024

ધ્રોલની બજારોમાં શણગાર : શોભાયાત્રાના સ્વાગત માટે રથ બનાવાયો : મટકી ફોડ કાર્યક્રમ

પરંપરાગત વેશભૂષા સાથે મહિલાઓ દ્વારા ડાંડીયારાસ, ભરવાડ સમાજ હુડો રાસ રજૂ કરશે નંદ.. ઘેરા.. આનંદ.. ભયો.. જય કનૈયા લાલકી...

ધ્રોલઃ  મચ્છો માં મિત્ર મંડળ દ્વારા આ વર્ષે જન્માષ્ટમી મહોત્સવની ઉજવણી માટે ગાંધી ચોક, મેઈન બજાર સહીતનો વિસ્તારોમાં ભવ્ય શણગાર કરવામાં આવી રહ્યો છે શોભાયાત્રાની તડામાર તૈયારીઓ વચ્ચે શોભાયાત્રાના સ્વાગત માટે રથ તૈયાર કરાયો છે.

જેમા જન્માષ્ટમી મહોત્સવના દિવસે સ્વાગત સાંજે ૪ કલાકે અમરનાથ મહાદેવની આરતી પછી દર્શન, સાંજે છ વાગ્યાથી નવ વાગ્યા વચ્ચે પરંપરાગત વૈશભુશા સાથે મહીલાઓ દ્વારા ડાંડીયા રાસ, ભરવાડ સમાજનો પરંપરાગત હુડો રાસનું આયોજન કરવામાં આવ્યું છે . તેમજ જન્માષ્ટમી મહોત્સવની રંગેચંગે ઉજવણી માટે રાત્રીના નવથી ૧૧ વાગ્યા વચ્ચે ગાંધીચોક ખાતે વિશાળ સ્તંભ ઉભો કરીને મટકી ફોડનો કાર્યક્રમ રાખીને કાનુડાના જન્મ મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવશે.

 દર વર્ષે યોજાતા મટકી ફોડ કાર્યક્રમ ધ્રોલ શહેર તથા આજુબાજુના ગામોનો લોકો માટે આકર્ષણનું કેન્દ્ર હોય મોટી સંખ્યામાં આ કાર્યક્રમ જોવા માટે લોકો ઉમટી પડે છે, ત્યારે જન્માષ્ટમી મહોત્સવની આ ઉજવણીમાં સહભાગી થવા અને કાનુડા જન્મોત્સવ ઉજવણીમાં ભાગ લેવા તમામ ધર્મ પ્રેમી જનતાને ધ્રોલ મચ્છો માં મિત્ર મંડળ દ્વારા  અનુરોધ કરાયો છે.(સંજય ડાંગર)

(1:50 PM IST)