News of Friday, 23rd August 2024
૭.૯૬ લાખના ડ્રગ્સ સાથે મોરબીના બે પકડાયા
અમદાવાદની મેફેડ્રોનનો ડ્રગ્સનો જથ્થો લાવતા કલ્પેશ નિમાવત અને અહેમદ સુમરાને મોરબી એસઓજીએ દબોચી લીધા : કાર સહિત ૧૩.૪૮ લાખનો મુદ્દામાલ કબ્જે

નશીલા પદાર્થોની હેરાફેરી મોરબીમાં અટકવાનું કામ નથી લેતી.માદક પદાર્થોને કોઈ પણ રીતે મોરબીમાં ધુસાડીને યુવાધનને બરબાદી તરફ લઇ જનાર શખ્સો સામે પોલીસ સમયાંતરે કાર્યવાહી કરતી હોય છેત્યારે ફરી એક વખત અમદાવાદથી મોરબી લઇ આવનાર મેફેદ્રોન ડ્રગ્સના જથ્થા સાથે બે શખ્સોને મોરબી એસ ઓ જી ટીમે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે
મોરબી એસઓજી ટીમ હળવદ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હોય દરમિયાન મોરબીના ખત્રીવાડ શેરી ૬ માં રહેતો કલ્પેશભાઈ મધુભાઈ નિમાવત અને મોરબીના વિસીપરા ગુલાબનગરમાં રહેતો અહેમદ દાઉદ સુમરા બંને ગ્રે કલરની મારુતિ બ્રેજા કાર જીજે ૩૬ એસી ૪૩૨૫ વાળીમાં માદક પદાર્થ અમદવાદથી મોરબી તરફ લઇ આવનાર હોવાની બાતમીના આધારે હળવદના નકલંક ગુરૂધામ શકિતનગર મંદિર સામે રોડ પર વાહન ચેકિંગમાં હોય દરમિયાન હકીકત વાળી કાર આવતા તેને રોકી તલાસી લેતા તેમાંથી મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો ૭૯ ગ્રામ ૬૮ મીલીગ્રામ કીમત રૂ.૭,૯૬,૮૦૦ મળી આવતા બંને ને અટક કરી ડ્રગ્સ સહીત રોકડ રકમ રૂ.૪૧,૦૦૦, મોબાઈલ નંગ ૩ કીમત રૂ.૧૧,૦૦૦ અને બ્રેઝા કાર કીમત રૂ.૫,૦૦,૦૦૦ એમ કુલ મુદામાલ કીમત રૂ.૧૩,૪૮,૮૦૦ સાથે કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે
(2:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
