News of Friday, 23rd August 2024
સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાના અને "કિંગ ઓંફ સાળંગપુર" પ્રતિમાના દર્શને બોલીવૂડ સુપરસ્ટાર હિમેશ રેશમિયા
કોઠારીશ્રી વિવેકસાગર સ્વામિ-અથાણાવાળાના આશીર્વાદ ગ્રહણ કર્યા : પૂજન-અર્ચન કરીને ધન્યતા અનુભવી

રાજકોટ તા.૨૩
બોલીવુડના પ્રખ્યાત ડિરેક્ટર, મ્યુઝિક ડિરેક્ટર ગીતકાર, સંગીતકાર અને પ્રખ્યાત સિંગર હિમેશ રેશમિયાએ વિશ્વ વિખ્યાત શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર સાળંગપુરધામ ખાતે શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજના દર્શને પધાર્યા હતા. શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને શીશ ઝુકાવી દર્શન કર્યા હતા ત્યારબાદ કોઠારીશ્રી વિવેકસાગર સ્વામિ-અથાણાવાળાના આશીર્વાદ ગ્રહણ કર્યા હતા. તેમજ દાદાની પ્રતિમા અર્પણ કરી હતી. પ્રખ્યાત સિંગર એવા હિમેશ રેશમિયાએ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
હિમેશ રેશમિયા પરિવાર સાથે શ્રી હનુમાન મહારાજની 54 ફૂટ ઊંચી પ્રતિમા "કિંગ ઓફ સાળંગપુર"ના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી
(11:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
