<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 24th August 2024

મોરબી જિલ્લામાં નવા ૫ પીઆઇની નિમણુકઃ બેની બદલી

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી,તા. ૨૪: ગુજરાત રાજ્‍ય પોલીસ વડા દ્વારા પોલીસ દળમાં ફરજ બજાવતા પોલીસ સબ ઇન્‍સ્‍પેક્‍ટરોમાંથી પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટરની બઢતી આપવામાં આવી અને નવા જિલ્લામાં નિમણૂક કરવામાં આવી છે. જેમાં મોરબી જિલ્લાના બે પી. એસ. આઈ. બઢતી મેળવી નવા જિલ્લામાં પી. આઈ. તરીકેનો ચાર્જ સંભાળશે, જ્‍યારે પાંચ જેટલાં પી. એસ. આઈ. બઢતી મેળવી પી. આઈ. તરીકે મોરબી જિલ્લામાં ચાર્જ સંભાળશે.

આ બઢતીમાં મોરબીમાંથી હરેશભાઈ રામભાઈ હેરભા જેઓને સાબરકાંઠામાં પી. આઈ. તરીકે નિમણૂક કરાઈ અને વીરેન્‍દ્રસિંહ રાજાભાઈ સોનારાની મહીસાગર જિલ્લામાં પી. આઈ. તરીકે નિમણૂક કરાઈ છે. આ ઉપરાંત બઢતી મેળવી મોરબીમાં આવેલા પી. આઈ.માં દિલીપકુમાર વિશ્રામભાઈ ખરાડી- મહીસાગર, શિવચરણ કિરીટભાઈ ચારેલ- મહીસાગર, મુક્‍તાબેન ભાલચંદ્ર મિષાી - સાબરકાંઠા, યુવરાજસિંહ કિશોરસિંહ ગોહિલ - કચ્‍છ પૂર્વ ગાંધીધામ, રતનસિંહ ચંદુભા ગોહિલ- કચ્‍છ પヘમિ ભુજ આ તમામ પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર તરીકે મોરબીમાં ચાર્જ સંભાળશે.

(9:56 AM IST)