<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 24th August 2024

ઉપલેટા ધોરાજી વિસ્‍તારના ૩૫૨ ઘરમાં ચૂકવવાના પૈસા નથી

પૂરના કારણે નુકશાનઃ ૧૫ દિવસથી અસરગ્રસ્‍તો ધક્કા ખાય છે

ઉપલેટા,તા. ૨૪: ઉપલેટા ધોરાજી પંથકમાં પખવાડીયા પહેલા ભારે વરસાદનાં કારણે તારાજી સર્જાઇ હતી મેઘ તાંડવનાં કારણે પાકને નુકશાન થયુ છે જયારે ૨૭ જેટલા ગામમાં જમીન ધોવાણ અને ૩પર જેટલા મકાનને પણ નુકશાન થયુ હતુ. મેઘ તાંડવનાં કારણે થયેલી નુકસાનીનો સર્વે કરવા કલેકટર પ્રભવ જોષીએ દોઢ ડઝન ટીમ ઉતારી સર્વે કરાવી જીલ્લા પંચાયતને સર્વે રીપોર્ટ સોંપી દીધો હતો જેમાં ૩પર જેટલા મકાનમાં ર૪ લાખ જેવુ નુકશાન થયુ હોય અસર ગ્રસ્‍તોને કેશ ડોલ ચુકવવા જણાવ્‍યુ હતુ.

રાજકોટ જીલ્લા પંચાયત પાસે સ્‍વ ભંડોળમાં ૨૪ લાખ જેવી પણ રકમ ન હોય કેશ ડોલ્‍સ ચુકવવા કલેકટર સમક્ષ દરખાસ્‍ત કરવામાં આવી છે.

કેશ ડોલ્‍સની રકમ તાત્‍કાલીક ચુકવવાની હોય છે ત્‍યારે અસરગ્રસ્‍તોને પખવાડીયા સુધી રાહત ફંડમાંથી કોઈ જ રકમ નહી ચુકવવામાં આવી હોવાનુ કલેકટરનાં ધ્‍યાન પર આવ્‍યુ છે.

ઉપલેટા શહેર કોંગ્રેસના પ્રમુખ કળષ્‍ણકાંત ચોટાઈએ સરકારની વહીવટી બેદરકારી અંગે આક્રોશ વ્‍યક્‍ત કરતાં જણાવેલા તો કે રાજકોટ જિલ્લા પંચાયત પાસે પૈસા નથી કલેકટર પાસે પૈસા નથી સરકાર માંથી પૈસા માંગ્‍યા છે સરકારનો હા કેવો અંધેર વહીવટ આવા અંધેર વહીવટ અંગે ઉપલેટા શહેર કોંગ્રેસ દ્વારા આક્રોશ વ્‍યક્‍ત કરી તાત્‍કાલિક ૩૫૨ ઘરને નાણાં ચૂકવી આપવા માંગણી કરેલ છે.

(9:57 AM IST)