તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Saturday, 24th August 2024
આજથી ૨૯ સુધી ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છમાં ભારે વરસાદ આવી રહ્યો છેઃ જાણીતા વેધર એનાલિસ્ટ ગૌરવ રાણિંગાનો વર્તારો

રાજકોટ,તા. ૨૪: ગુજરાતમાં ભારે વરસાદ આવી રહ્યો છે. જાણીતા વેધર એનાલિસ્ટ ગૌરવ રાણીંગાએ ગુજરાત ઉપર અંધાધૂંધ વરસાદ આવી રહ્યાનું જણાવ્યું છે. ૨૨ દિવસ પહેલા તેમણે આ વરતારો આપ્યો હતો. તેમના કહેવા મુજબ આવતીકાલથી ગુજરાત ભરમાં અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદનો વધારો થશે. બે સિસ્ટમ્સ જોડાઈ રહી છે અને મોટો વિસ્તાર આવરી લેશે. આ સિસ્ટમ્સ રાજસ્થાન થઈ ગુજરાત ઉપર આવશે તેવો વર્તારો તેમણે કર્યો છે.
ઉત્તર ગુજરાત અને કચ્છના બોર્ડર વિસ્તારો ઉપરથી પસાર થાય તેવી સંભાવના છે. ૨૪, ૨૫ અને ૨૬ તારીખે મધ્ય ગુજરાતના પંચમહાલ છોટાઉદેપુરથી આગળ વધશે. રાજસ્થાન વિસ્તારો ઉપર, પૂર્વ ગુજરાતના વિસ્તારો... પંચમહાલ, છોટા ઉદેપુર થી મધ્ય ગુજરાતમાં અમદાવાદ સુધી વડોદરાના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા ગણી શકાય. ૨૫, ૨૬ તારીખે, ત્યારબાદ વરસાદના વિસ્તારો આગળ વધશે. ભારે વરસાદ ઘણા વિસ્તારોમાં પડી શકે છે.
દક્ષિણ ગુજરાતમાં પણ ૨૫ ૨૬ તારીખે અમુક વિસ્તારોમાં અતિ ભારે વરસાદ પડશે. ઉત્તર ગુજરાતમાં રાજસ્થાન સરહદને લાગુ વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે વરસાદ ઘણા વિસ્તારોમાં પડી શકે. ૨૬ તારીખે સૌરાષ્ટ્રમાં પણ વરસાદના વિસ્તારોમાં વધારો થઈ જશે. સૌરાષ્ટ્ર કચ્છમાં ૨૬, ૨૭, ૨૮ ભારે વરસાદની શક્યતા છે. અતિ ભારે વરસાદના વિસ્તારોમાં કચ્છના અખાતને લાગુ વિસ્તારો, જેમાં કચ્છના, સૌરાષ્ટ્રના, ઉત્તર સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર મોરબી જિલ્લો, દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ જીલ્લો, દક્ષિણ સૌરાષ્ટ્રમાં જુનાગઢ ગીર સોમનાથ અને પોરબંદર... આટલા વિસ્તારોમાં અતિ ભારે વરસાદની શક્યતા છે. તો અતિ ભારે વરસાદના વિસ્તારોમાં પણ થોડો ફેરફાર થઈ શકે. પરંતુ અત્યારે આ વિસ્તારોએ એલર્ટ રહેવું જોઈએ. ૨૮, ૨૯ ઓગસ્ટ સુધી આ સિસ્ટમ્સની અસર રહી શકે. કેટલાક સંજોગોમાં ૩૦ તારીખ સુધી પણ અસર રહી શકે છે. આમ છતાં સિસ્ટમ્સ કઈ રીતે આગળ વધે છે તે જોવાનું રહ્યું.
૨૫ થી ૨૯ ઓગસ્ટ સુધી સાર્વત્રિક બધે જ ગુજરાતમાં વરસાદ પડે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. અતિ ભારે વરસાદ પાંચથી દસ ઇંચ કે ૧૦ ઇંચથી વધુ વરસાદ અમુક વિસ્તારોમાં પડે, અને પૂર જેવી સ્થિતિ અમુક વિસ્તારોમાં સર્જાઈ શકે છે. આપણે ઈચ્છીએ કે અતિવૃષ્ટિ જેવી સ્થિતિ ના થાય તેમ શ્રી ગૌરવ રાણિંગાએ પોતાના બુલેટિનમાં જણાવેલ. સહુ સાવધાની રાખે. પોતે ટ્રેક ઉપર નજર રાખી રહેલ છે અને ફેરફાર થશે તો અપડેટ આપતા રહેશે. સત્તાવાર હવામાન ખાતાની અપડેટ જોતા રહેવી આવશ્યક છે.
(10:40 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
