<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 24th August 2024

સોમનાથ ત્રિવેણી સંગમ ખાતે નદીમાં વિવિધ વસ્‍તુઓ પધરાવવા પર પ્રતિબંધ

માત્ર અને માત્ર અસ્‍થિ અને પિંડ વિસર્જન કરી શકાશે

પ્રભાસ પાટણ,તા. ૨૪: પ્રભાસ પાટણ ખાતે આવેલ ત્રિવેણી સંગમની નદીમાં પૂજા સામગ્રી જેવી કે ચૂંદડી, કાપડ, નાળીયેર, ફૂલો, માટીના વાસણો વિગેરે વસ્‍તુઓ પધરાવવા તથા પ્‍લાસ્‍ટીકની કોથળીઓ, અન્‍ય પ્‍લાસ્‍ટીકની સામગ્રી, રાંધેલ કે કાચી ખાદ્ય સામગ્રી તથા અન્‍ય કોઈપણ પ્રકારનો કચરો નાંખવા પર પ્રતિબંધ મૂકવા અને ત્રિવેણી સંગમના પાણીમાં માત્ર અને માત્ર અસ્‍થિ અને પીંડ વિસર્જન કરી શકાશે તે મુજબ અમલવારી કરવા અધિક જિલ્લા મેજીસ્‍ટ્રેટ રાજેશ આલે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે.

આ જાહેરનામાં અનુસાર ત્રિવેણી સંગમ ખાતે નદીમાં પુજા સામગ્રી જેવી કે ચૂંદડી, કાપડ, નાળીયેર, ફૂલો, માટીના વાસણો વિગેરે વસ્‍તુઓ પધરાવવા તથા પ્‍લાસ્‍ટીકની કોથળીઓ, અન્‍ય પ્‍લાસ્‍ટીકની સામગ્રી, રાંધેલ કે કાચી ખાદ્ય સામગ્રી તથા અન્‍ય કોઈપણ પ્રકારનો કચરો નાખવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્‍યો છે. વિશેષમાં ત્રિવેણી સંગમના પાણીમાં માત્ર અને માત્ર અસ્‍થિ અને પિંડ વિસર્જન કરી શકાશે.

આ જાહેરનામાનો ભંગ કરનાર વ્‍યકિત ભારતીય ન્‍યાય સંહિતાની કલમ-૨૨૩ મુજબ શિક્ષાને પાત્ર થશે. આ જાહેરનામું તા.૨૩ ઓગસ્‍ટથી દિન-૬૦ સુધી અમલમાં રહેશે.

(10:42 AM IST)