તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Saturday, 24th August 2024
બાઇક રીક્ષા સાથે અથડાયા બાદ બસના પાછળના જોટામાં આવ્યું

હળવદમાં એસટી બસની ઠોકરે અજીતગઢના વૃધ્ધનું મોત
(દીપક જાની દ્વારા) હળવદ,તા. ૨૪: શહેરમાં આવેલ હીરાવાડી પાસે બપોરના બારેક વાગ્યાની આસપાસ હળવદ-ધાંગધ્રા રૂટની એસટી બસ વિનોબા ગ્રાઉન્ડ પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે હળવદ તાલુકાના અજીતગઢ ગામે રહેતા મનુભાઈ ગોકળભાઈ લોરીયા ઉંમર વર્ષ ૬૫ પોતાના બાઈક પર જઈ રહ્યા હતા તે વેળાએ બાઈકનો અરીસો રીક્ષા સાથે અથડાય જતાં બાજુમાં જઈ રહેલી એસટી બસના પાછળના જોટામાં આવી જતા મનુભાઈનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજયું હતું.અકસ્માતના બનાવની જાણ હળવદ પોલીસને થતા વિપુલભાઈ નાયક સહિતના પોલીસ જવાનો ઘટના સ્થળે દોડી આવી મૃતકની લાશને પીએમ માટે હળવદ સરકારી હોસ્પિટલ ખાતે લઈ જઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
(10:45 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
