<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 24th August 2024

અંધશ્રધ્‍ધા નહીં પણ ભારતીય આર્યુવેદની વૈદકીય સર્વોપરીતાનું પ્રતિક છે શીતળા સાતમનું પર્વ

 

શ્રાવણ મહિનો આવે એટલે પ્રકળતિમાં ચેતના , પ્રસન્નતા અને નવીનતા પ્રસરી જાય છે. તહેવારોની શળંખલા રચાઈ જાય છે. એમાં સૌથી મોટો તહેવાર શિતળા સાતમ છે. જે બંને પક્ષોની સાતમે આબાલ વળધ્‍ધો બધા માણે છે. આપણા પૂર્વજોએ ખૂબ બુધ્‍ધિપૂર્વક વિજ્ઞાનને ધર્મ અને કુદરતી સંજોગો સાથે જોડી પરંપરાઓને કાયમી સ્‍વરૂપ આપ્‍યું છે .

ફાગણ  અને શ્રાવણ આ બન્ને મહિનાઓમાં ઋતુઓનો સંઘીકાળ ચાલતો હોય છે. ફાગણમાં વસંત અને શ્રાવણમાં શરદ ઋતુની શરૂઆત થાય છે. આ સમયે ચેપી રોગો ફેલાવાનું પ્રમાણ મહત્તમ રહે છે. કોરોનાના બન્ને મોજા ફાગણ એટલે કે માર્ચ એપ્રિલ દરમિયાન જ શરૂ થયા હતા.

ભૂતકાળમાં આ બન્ને માસ દરમિયાન બળિયા ઓળી અછબડા જેવા રોગોનો વ્‍યાપક ફેલાવો થતો અને સામાન્‍ય પ્રજા દુઃખી થતી. ત્‍યારે આવા રોગો સામે લોકોમાં જાગળતિ ફેલાય અને આ રોગ સમયે જે પરેજી પાડવી પડે તેનું લોકો ચુસ્‍ત રીતે પાલન કરે તે કારણોસર આ રોગનું શમન કરનાર દેવી તરીકે માતા શીતળાની પૂજાનો પ્રારંભ થયો.

આખા ભારતમાં માતાજીના વિભિન્ન સ્‍વરૂપોની પૂજા અલગ અલગ નામે થાય છે. પણ માતા શીતળા એ દેવીનું એકમાત્ર એવું સ્‍વરૂપ છે કે જેની પૂજા ફાગણ અને શ્રાવણ આ બે મહિના દરમિયાન સમગ્ર ભારતમાં એકસમાન રીતે થાય છે. આપણા આર્ષદ્રષ્ટા ઋષિમુનિઓએ માતા શીતળાના સ્‍વરૂપ દ્વારા સાંકેતિક રીતે નાના બાળકોને થતા બળીયા ઓળી અછબડા કે જે અંગ્રેજીમાં સ્‍મોલ પોક્‍સ તરીકે ઓળખાય છે તે રોગના લક્ષણો અને તેની નાબૂદીના વૈજ્ઞાનિક ઉપાયો પણ બહુ સ્‍પષ્ટ રીતે સૂચવ્‍યા છે.

જેમ કે માતા શીતળાના હાથમાં સાવરણી છે. હવે ખરેખર આ સાવરણી નથી પણ ટીકાકરણ એટલે કે વેક્‍સીનેશન કરવા માટેના સૂયા છે. તો માતા ના બીજા હાથમાં ઘડો છે અને આ ઘડામાં શું ભર્યું છે??? આ ઘડામાં ભર્યું છે ટીકાકરણ કરવા માટે અત્‍યંત આવશ્‍યક એવું  ઔષધિયુક્‍ત દ્રવ્‍ય.

માતાના મસ્‍તક પાછળ દેખાતો પંખો એ બળિયા જેવા રોગો થાય ત્‍યારે તાપ થી ઘગી જતાં શરીરને ઠંડું કરવા માટે ઉપયોગમાં લેવાય છે તો માતાનું વાહન ગધેડીનું દૂધ, બાળકો ઋતુઓના સંધિકાળ દરમિયાન આરોગે તો તેમની રોગપ્રતિકારક શકિતમાં અભૂતપૂર્વ વધારો થાય છે. માતા શીતળાની શ્રધ્‍ધા પૂર્વક આરાધના એટલે આ બધા પ્રતીકાત્‍મક ઉપાયોનું પૂર્ણપણે અનુસરણ.

આપણા પૂર્વજો આ ચેપી રોગોના નિર્મૂલન માટે દેવીના શીતળા સ્‍વરૂપની સ્‍થાપના કરી બેસી નહોતા રહ્યા પણ તેઓએ સાવચેતી તેમજ સારવારના વિવિધ ઉપાયો સૂચવી આ રોગની ઘાતક અસરોમાંથી લોકોને ઉગારી લીધા હતા.

મહાભારતના અનુશાસન પર્વમાં ભીષ્‍મ યુધિષ્ઠિર સંવાદમાં જેનો ઉલ્લેખ આવે છે તેવા મહર્ષિ સુશ્રુતે  સુશ્રુત સંહિતાના બીજા ભાગમાં નિદાન સ્‍થાન  નામના પ્રકરણમાં બળીયા ઓળી જેવા રોગોને કુષ્ટરોગની શ્રેણીમાં મૂકી તેના લક્ષણ તેમજ નિદાન માટે સ્‍પષ્ટ માર્ગદર્શન આપેલું છે. તો આઠમી સદીના આયુર્વેદાચાર્ય માધવે પોતાના પુસ્‍તક માધવ નિદાનમાં સ્‍મોલ પોક્ષને મસુરીકા નામ આપ્‍યું છે કારણકે આ રોગમાં સમગ્ર શરીર ઉપર મસૂરની દાળ જેવા દાણા ઉપસી આવે છે. આ રોગના નિવારણ માટે વૈદ્યરાજ માધવે મસુરિકા નિદાનમના નામે આખું પ્રકરણ ફાળવ્‍યું છે.

સાતમી સદીના મહાન આયુર્વેદાચાર્ય વાગભટ્ટના પુસ્‍તક અષ્ટાંગ હૃદયમાં પણ મસુરિકાના ઉપચારો નું વિગતવાર વર્ણન છે. એ યાદ રાખવું ઘટે કે સાતમી અને આઠમી સદીમાં અમેરિકા હજુ શોધાયું પણ ના હતું અને ત્‍યાં રેડ ઇન્‍ડિયન નામના આદિવાસીઓ રહેતા હતા અને સમગ્ર યુરોપ અંધકાર યુગમાં જીવતું હતું. આ સમયે ભારતમાં બળીયા એટલે કે સ્‍મોલ પોક્‍સના ઉપચાર માટેના વૈજ્ઞાનિક ઉપાયો ઉપલબ્‍ધ હતા. માટે જ કદાચ રામાયણ મહાભારત કે પુરાણ કથાઓમાં એક પણ પાત્ર આ વ્‍યાધિથી મળત્‍યુ પામ્‍યું હોય કે કોઈને મોઢા પર શીળીના ચાઠાં હોય એવો કોઈ ઉલ્લેખ જોવા મળતો નથી.

આજે જ્‍યારે શીતળા સાતમ આવે ત્‍યારે કોલોનીયલ માઇન્‍ડસેટને મગજમાં સંઘરી શાશ્વત લઘુતાગ્રંથિથી પીડાતા આપણા જ બાંધવો શીતળા માતાની પૂજાને અંધશ્રધ્‍ધા ગણાવે છે. આપણી સંસ્‍કળતિનો ઉપહાસ કરતા લખે છે કે કરવી હોય તો એડવર્ડ જેનરની પૂજા કરો કે જેણે બળિયા ની રસી શોધી જેને લઈ ને આ રોગ નાબૂદ થયો.

ડોકટર જોન હોવેલ એક પ્રતિષ્ઠિત સર્જન હતા અને તેમણે બ્રિટીશ ઇસ્‍ટ ઇન્‍ડીયા કંપનીના મેડિકલ ઓફિસર તરીકે ૧૭૩૨ થી ૧૭૬૦ સુધી કોલકાતા ખાતે ફરજ બજાવેલી. ઇ.સ. ૧૭૬૭માં એટલે કે એડવર્ડ જેનરે સ્‍મોલ પોક્ષ વેક્‍સિન શોધ્‍યાના ૩૫ વર્ષ પહેલાં લંડનમાં કોલેજ ઓફ ફિઝીશ્‍યનને સંબોધિત કરતા ડોકટર હોવેલે બંગાળમાં થતા ટીકાકરણનો વિસ્‍તળત અહેવાલ આપ્‍યો છે જે બાદમાં ૪૦ પાનાના એક નિબંધ તરીકે પ્રસિદ્ધ થયો છે. ડોકટર જોન જણાવે છે કે જો ટીકાકરણ સંપૂર્ણ શાષાોક્‍ત વિધિથી કરવામાં આવે તો દર દસ લાખ બાળકોમાંથી માત્ર એકને સ્‍મોલ પોક્ષનો હળવો ચેપ લાગવાની શકયતા રહે છે.

ડો. હોવેલના આ લેન્‍ડમાર્ક લેકચરના ૩૬ વર્ષ પહેલાં તારીખ ૧૦ ફેબ્રુઆરી ૧૭૩૧ના રોજ બંગાળના રોબર્ટ કોલ્‍ટએ લંડનના ડોકટર ઓલિવર  કોલ્‍ટને લખેલા પત્રમાં શીતળા રસીકરણ નો વિગતવાર ઉલ્લેખ છે અને રોબર્ટ જણાવે છે કે ભારતમાં ઓછામાં ઓછાં દોઢસો વર્ષથી એટલે કે એડવર્ડ જેનરે સતાવાર રસી શોધ્‍યાના બસો વર્ષ પહેલાંથી આ પ્રથા અમલમાં છે.

આ ઉપરાંત હેગના પ્રોટેસ્‍ટન્‍ટ ચર્ચના ફ્રેન્‍ચ પાદરી ચાર્લ્‍સ ચાઇસના તેના ભારતીય મિત્ર ડેવિડ સાથેના પત્ર વ્‍યવહારમાં ડેવિડે ઇ.સ. ૧૭૫૪માં કોલકતાના ફોર્ટ વિલિયમ્‍સ ખાતે સેક્રેટરી  રહી  ચૂકેલા   અંગ્રેજ અમલદારની વિધવાના બન્ને બાળકોને બ્રાહ્મણો દ્વારા અપાયેલ શીતળાની વેક્‍સિનનું સવિસ્‍તર વર્ણન કર્યું છે.

આ સજજડ પુરાવાઓ એ વાતની પ્રતીતિ કરાવે છે કે ભારતવર્ષના કરોડો ધર્મભિરું અને ભોળા પ્રજાજનો દ્વારા સેંકડો વર્ષોથી થતી માતા શીતળાની પૂજા એ અંધશ્રધ્‍ધાનું નહી પણ ભારતીય આયુર્વેદની વૈદકીય સર્વોપરિતાનું પ્રતિક છે.

આલેખન :-

ડો.જ્‍યોતિબેન બિપીનચંદ્ર પોપટ

મો.૯૪૦૯૪ ૨૫૦૨૨.

(11:40 AM IST)