News of Saturday, 24th August 2024
વિવાદોમાં ઘેરાયેલી ધ્રોલ નગરપાલિકા શાકમાર્કેટ ને તાળાબંધી કરી મામલો પાલિકા પહોંચ્યો

(સંજય ડાંગર) ધ્રોલ નગરપાલિકા અવાર નવાર વિવાદોમાં ઘેરાયેલી જ રહે છે. બેદરકાર પાલિકાનાં અધિકારીઓ ને ધ્રોલ નાં વિકાસ માં કોઈ રસ જ ન હોય તેવું જણાય છે. હજી પડધરી નાકા વિસ્તારનો પ્રશ્ન પૂર્ણ થયો નથી ત્યાં ધ્રોલ શાકમાર્કેટ ના વેપારીઓ અને મહિલાઓ વિવિધ પ્રશ્નોની સાથે શાકમાર્કેટને તાળાબંધી કરી નગરપાલિકાએ રજુઆત કરવા દોડી ગયા હતા. કયાં સુધી આ અણધણ વહીવટમાથી છુટકારો મળશે. કળષીમંત્રી રાધવજીભાઈ પટેલ આ પ્રશ્નમા રસ લેશે તેવી પણ લોકોમા ભારે ચર્ચા થઇ રહી છે.
(1:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
