<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 24th August 2024

જામનગર પાલિકા દ્વારા આયોજિત પ્રદર્શન મેદાનમાં શ્રાવણી લોકમેળો

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર,તા. ૨૪: પાલિકા દ્વારા તારીખ ૩ સપ્‍ટેમ્‍બર સુધીના સમયગાળા માટેનો ૧૫ દિવસ માટેનો શ્રાવણી લોક મેળો યોજાયો છે. જેની યાંત્રિક રાઈડની મંજૂરી વિલંબ થી મળી હોવાથી આખરે ગઈકાલે શુક્રવારે સાંજે ૭.૩૦ વાગ્‍યાથી શ્રાવણી લોકમેળાનો પ્રારંભ કરવામાં આવ્‍યો છે.

નગરના મેયર વિનોદભાઈ ખીમસુરીયા, જામનગર શહેરના ધારાસભ્‍ય દિવ્‍યેશભાઈᅠ અકબરી અને રિવાબા જાડેજા ના હસ્‍તે લોક મેળો ખુલ્લો મુકવામાં આવ્‍યો હતો.

આ વેળાએ જામનગર મહાનગરપાલિકાના મ્‍યુનિ. કમિશનર ડી.એન. મોદી, ડે. મેયરᅠ ક્રિષ્‍નાબેન સોઢા, સ્‍ટેન્‍ડિંગ કમિટીના ચેરમેન નિલેશભાઈ કગથરા,શાશક જૂથ ના નેતા આશિષભાઈ જોશી, જામનગર મહાનગરપાલિકાના દંડક કેતનભાઇ નાખવા તેમજ સાંસ્‍કૃતિક સમિતિના ચેરમેન જીતેશભાઈ શિંગાળા,ᅠ અને શિક્ષણ સમિતિના ચેરમેન મનીષભાઈ કનખરા ઉપસ્‍થિત રહ્યા હતા.

અન્‍ય કોર્પોરેટરો મહાનુભાવો તથા જામનગર મહાનગરપાલિકાના અધિકારીઓ વગેરેની ઉપસ્‍થિતિમાં લોક મેળો ખુલ્લો મુકવામાં આવ્‍યો હતો. ત્‍યારે મોટી સંખ્‍યામાં મેળો યોજવા માટે જનમેદની ઉંમટી પડી હતી, અને લાંબા સમયથી મનોરંજન ની રાહ જોઈ રહેલી જનતાને આજે મનોરંજનની જુદી જુદી રાઇડનો આનંદ માણવા મળ્‍યો હતો.

(1:31 PM IST)