News of Saturday, 24th August 2024
ધ્રોલની શાક માર્કેટના પ્રશ્ને વેપારીઓ દ્વારા બંધ પાળીને રજૂઆત

(હસમુખરાય કંસારા દ્વારા) ધ્રોલ તા. ર૪ :.. ધ્રોલના ગૌરવ પથ પર આવેલ. શાક માર્કેટના દોઢસો જેટલા વેપારી ભાઇઓ તથા બહેનોએ તેમના ધંધા બંધ રાખી ને શાક માર્કેટને તાળા મારીને આ તમામ શાકભાજીના વેપારીઓએ નગરપાલીકાની કચેરી ખાતે ઘસી જઇને તેમના રોજબરોજના પ્રશ્નોના ઉકેલ માટે અનેક રજૂઆતો પછી પણ કોઇ જ ઉકેલ નહી આવતા શાક માર્કેટ બંધ કરવાનું અંતિમ પગલુ ભરીને નગરપાલીકાના ચીફ ઓફીસરને રૂબરૂ મળીને તેમના પ્રશ્નોના ઉકેલ માટે રજૂઆત કરી હતી.
જે અંગે ચીફ ઓફીસરે આ પ્રશ્ને તાત્કાલીક યોગ્ય કરવાની ખાત્રી આપતા હાલ આ પ્રશન ઉકેલની દિશામાં હોઇને શાક માર્કેટના વેપારીઓએ તેમના ધંધા-રોજગાર શરૂ કરેલ.
ધ્રોલ શાક માર્કેટનું નવુ બીલ્ડીંગ ૧૧-૧૦-ર૦૧૮ ના લોકાર્પણ કરવામાં આવેલ છે. ત્યારથી આજે ૬-૬ વર્ષો થયા આ માર્કેટના વેપારીઓ તા. પ્રાણ પ્રશ્નોનો કોઇ જ ઉકેલ અનેક રજૂઆતો પછી પણ આવેલ નથી.
બકાલાનો વેપાર કરતા બહેનો તથા ભાઇઓ માટે કોઇ જ સેનીટેશનની વ્યવસ્થા નવુ બિલ્ડીંગ કરેલ છે છતાં પણ કરવામાં આવેલ નથી. પીવાના પાણીની વ્યવસ્થા નથી, શાક માર્કેટમાં રેગ્યુલર સફાઇ થતી નથી. લાઇટની કોઇ સુવિધા નથી. તેમજ રખડતા ઢોરો શાક માર્કેટમાં ઘુસી જાય છે.
અને ખુલ્લામાં પડેલા બકાલામાંથી ખાવા લાગે છે. આ રીતે જબરદસ્તીથી આવતા ઢોરોને કારણે ગ્રાહકોને પણ ધકકા મુકી તો તેમજ ઢોરો દ્વારા લાગી જવાના બનાવો બને છે. જે અંગેની અનેક રજૂઆતો પછી પણ નગરપાલીકા સહિત તાલુકા, જીલ્લાના જવાબદાર અધિકારીઓ તેમજ કહેવાતા ભાજપના હોદેદારો, સંગઠનના જવાબદાર સહિત સ્થાનીક ધારાસભ્ય તેમજ કેબીનેટ મંત્રી પણ ભાજપના હોવા છતાં શહેરના આ શાક માર્કેટ સહિતના અનેક પ્રશ્નો અણ ઉકેલ છે. અને શહેરની ચાલીસ હજારની જનતા જાણે કે ધણી ધોરી વગરની હોઇ તેમ મુકપ્રેક્ષક બનીને શહેરની આ પરિસ્થિતિ સહન કરી રહેલ છે.
(1:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
