<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 24th August 2024

ભવનાથ પારસધામ ખાતે સેવાભાવી મનસુખભાઈ વાજાની રક્‍તતુલાઃ ૨૯૪ લોકોનું રકતદાન

(વિનુ જોશી દ્વારા)જુનાગઢ તા.૨૪: જૂનાગઢના સામાજિક અને રાજકીય સ્‍તરે આગેવાન એવા શ્રી ગીરીશભાઈ કોટેચાએ જન્‍મદિવસની અનોખી ઉજવણી કરી. તેમના દ્વારા એક અઠવાડિયાથી ચાલતા વિવિધ સેવા કાર્યમાં આજના દિવસે મહારક્‍તદાન કેમ્‍પનું આયોજન કરવામાં આવેલ હતુ. જેમાં ૨૯૪  રક્‍તદાતાઓએ પોતાના રક્‍તનું દાન કરેલ હતું.

ગિરનારની ગોદમાં ભવનાથમાં પારસધામ ખાતે સ્‍વ.રંજનબેન દામાણીની સ્‍મળતિમાં આ રક્‍તદાન કેમ્‍પ યોજાયેલ હતો. જેમાં સમાજના અનેક લોકો સામાજિક સંસ્‍થાના આગેવાનો, અંધ  અને દિવ્‍યાંગ લોકોએ ખૂબ જ ભાવ સાથે રક્‍તદાન મા ભાગ લીધો હતો. જેમાં ૮૮,૨૦૦ શીશી રક્‍ત એકત્રિત થયેલ હતું  આ રક્‍તદાન થેલેસેમીયા પિડીત બાળકો માટે ખાસ યોજાયો હતો. જે માટે જુનાગઢ ના સેવાના ભેખધારી ‘‘સત્‍યમ સેવા યુવક મંડળ ના પ્રમુખ મનસુખભાઈ વાજા'' જે છેલ્લા ૪૨ વર્ષથી  પોતાની માનવતાવાદી પ્રવળત્તિ માટે સતત ને સતત દોડતા જ રહ્યા છે, જેની નોંધ ના સ્‍વરુપમા પારસધામ ખાતે રાષ્‍ટ્રસંત વાણીસમ્રાટ પૂજ્‍ય નમ્રમુનિ મહારાજના સાનિધ્‍યમાં ‘‘મેગા બ્‍લડ ડોનેશન કેમ્‍પ''યોજાયો હતો.

ગીરીશભાઈ કોટેચા, વી.એસ ધામાણી, પાર્થભાઈ કોટેચા, એસપીહર્ષદ મહેતા, કમિશનર ઓમપ્રકાશ, કે.બી. સંઘવી તથા સામાજિક સંસ્‍થાના આગેવાનો, સંતો, રાજકીય અગ્રણીઓ ઉપસ્‍થિત રહી અને આજના આ પ્રસંગને બિરદાવેલ હતો. અને છેલ્લે મનસુખભાઈ ને ત્રાજવામાં બેસાડી બીજા પલલામા રક્‍તની પેટી રાખતા તેના વજન કરતાં વધારે રક્‍ત એકઠુ થતા હષઁ સાથે કાર્ય સફળ થયાની બધાએ લાગણી વ્‍યક્‍ત કરી હતી.

જેમાં રક્‍તદાતાઓ માટે પારસધામ દ્વારા ચા - કોફી નાસ્‍તો તેમજ ભેટમાં બોલપેન સાથે કો કો બેંક દ્વારા પાકીટ અને સત્‍યમ સેવા યુવક મંડળ દ્વારા મોટું પાકીટ-બુક  સ્‍મળતિ ભેટમાં આપવામાં આવેલ હતી. (તસવીરઃ મુકેશવાધેલા-જુનાગઢ)

(1:37 PM IST)