<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 24th August 2024

જુનાગઢમાં સાતમ-આઠમના તહેવારોને લઇને જીલ્લાભરમાં પોલીસનો કડક બંદોબસ્‍ત

ભવનાથ વિસ્‍તારની મુલાકાત લેતા એસપી હર્ષદ મહેતા

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ, તા., ૨૪: જુનાગઢ શહેરમાં અને જીલ્લાભરમાં લોકો સાતમ-આઠમના તહેવારોની શાંતિપુર્ણ ઉજવણી કરી શકે અને કાયદો અને વ્‍યવસ્‍થાની સ્‍થિતિ જળવાય રહે તે માટે એસપી હર્ષદ મહેતા દ્વારા જીલ્લાભરના વિવિધ ધાર્મિક સ્‍થળો અને પ્રવાસન સ્‍થળોએ જડબેસલાક બંદોબસ્‍ત ગોઠવી દીધો છે.

જેમાં શ્રી હર્ષદ મહેતાના માર્ગદર્શન હેઠળ જુનાગઢના ડીવાયએસપી હિતેષ ધાંધલ્‍યા, પ્રો. ડીવાયએસપી નિકીતા શિરોયા, કેશોદ ડીવાયએસપી બી.સ.ઠક્કર, માંગરોળ ડીવાયએસપી ડી.પી.કોઠીયાતર સહીતના  સાથે ચર્ચા-વિચારણા કરી ચુસ્‍ત બંદોબસ્‍ત ગોઠવવામાં આવ્‍યો છે.

ગઇકાલે એસપી હર્ષદ મહેતાએ ભવનાથ વિસ્‍તારની મુલાકાત લઇ પોલીસ અધિકારીઓને વ્‍યવસ્‍થા જાળવવા સુચનાઓ આપી હતી.

(1:39 PM IST)