<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 25th August 2024

જામનગરના ધ્રાંગડા ગામની સીમમાં જાહેરમાં જુગાર રમતા 10 શખ્શો ઝડપાયા : 2 લાખથી વધુની રોકડ અને વાહન સહિતનો મુદામાલ જપ્ત

બાતમીના આધારે કુંડાળું કરીને જાહેરમાં જુગાર રમતા જુગારીઓને એલસીબીએ ઝડપી પાડ્યા

જામનગરના ધ્રાંગડાગામની સીમમાં જાહેરમાં જુગાર રમતા ૧૦ શખ્સોને રોકડ રૂપિયા ૨,૧૨,૫૦૦-તથા વાહન મળી કુલ રૂ.૨,૬૭,૫૦૦ ના મુદામાલ સાથે જામનગર- એલ.સી.બી.એ ઝડપી પાડ્યા છે

  પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ રાજકોટ અશોકકુમાર (IPS) નાઓએ પ્રોહીબીશન તથા જુગાર ધારા હેઠળના કેસો શોધી કાઢવા જણાવેલ હોય,જેથી જામનગર જીલ્લાના પોલીસ વડા પ્રેમસુખ ડેલૂ (IPS) નાઓએ જામનગર જીલ્લામાથી દારૂ જુગારની બદીને નેસ્ત નાબુદ કરવા પ્રોહીબીશન તથા જુગાર ધારાના કેસો શોધી કાઢવા અંગે સુચના કરેલ હોય, જેથી એલ.સી.બી.ના પોલીસ ઇન્સ.વી.એમ.લગારીયાનાઓના માર્ગદર્શન મુજબ એલ.સી.બી.ના પો.ઇન્સ.આર.કે.કરમટા, તથા પો.સ.ઈ.પી.એન.મોરી તથા સ્ટાફના માણસો જામનગર ગ્રામ્ય વિસ્તારમાં પ્રોહી જુગારના કેશો શોધી કાઢવા અંગે પેટ્રોલીંગમા હતા.
   દરમ્યાન એલ.સી.બી. સ્ટાફના એ.એસ.આઇ. દિલીપભાઇ તલાવડીયા તથા પોલીસ હેડ કોન્સ હિતેન્દ્રસિંહ જાડેજા તથા કાસમભાઇ બ્લોચ તથા પોલીસ કોન્સ મયુરસિંહ પરમારને મળેલ ખાનગી હકિકત આધારે ધ્રાંગડાગામની સીમમા દિલીપભાઇ તરશીભાઇ ચીકાણી પટેલ ની વાડી પાસે જાહેરમાં અમુક માણસો ગોળ કુડાળુ વળી ગંજીપતાના પાના વડે તીનપતી રોન પોલીસ નામનો પૈસાની હારજીતનો જુગાર રમે છે તેવી હકિકત મળતા જેથી નીચે જણાવેલ નામ વાળા ઇસમો રોકડા રૂપીયા ૨,૧૨,૫૦૦તથા ગંજીપતાના પાના નંગ-પર કિ.રૂ. ૦૦/૦૦ તથા મોબાઇલ મો.સા..નંગ-૩ કી.રૂ.૫૫,૦૦૦મળી કુલ કિ.રૂ..૨.૬૭.૫૦૦-ના મુદામાલ સાથે મળી આવતા પકડી પાડી તેમના વિરૂધ્ધ પો. કોન્સ. મયુરસિંહ પરમારએ ફરીયાદ રીપોર્ટ આપતા એ.એસ.આઇ. દિલીપભાઇ તલાવડીયાએ જુગારધારા હેઠળ કાયદેસર ની કાર્યવાહી કરેલ છે.

પકડાયેલ આરોપી (૧) દિલીપભાઈ તરશીભાઇ ચીકાણી જાતે પટેલ ઉ.વ.૪૫ ધંધો ખેતી રહે,ધ્રાંગડાગામ તા.જી.જામનગર (૨) હેમરાજભાઈ જીવરાજભાઈ ગડારા જાતે પટેલ ઉ.વ.૪૪ ધંધો ખેતી રહે.ધ્રાંગડાગામ તા.જી.જામનગર (૩) ભાર્ગવભાઇ પ્રવિણભાઇ ચીકાણી જાતે પટેલ ઉ.વ.૨૩ ધંધો ખેતી રહે.ધ્રાંગડાગામ તા.જી.જામનગર (૪) રમેશભાઈ ભવાનભાઈ બાંભવા જાતે ભરવાડ ઉ.વ.30 ધંધો વેપાર રહે.ધ્રાંગડાગામ તા.જી.જામનગર (૫)પિયુશભાઇ ચંદુલાલ ગડારા જાતે પટેલ ઉ.વ.૩૫ ધંધો ખેતી રહે.ધ્રાંગડાગામ તા.જી.જામનગર (૬) હિતેશભાઇ થોભણભાઇ કણસાગરા જાતે પટેલ ઉ.વ.૩૩ ધંધો ખેતી રહે.ધ્રાંગડાગામ તા.જી.જામનગર (૭) કેતનભાઈ કાંતીલાલ ડેલવાડીયા જાતે પટેલ ઉ.વ.૩૯ ધંધો ખેતી રહે.હડીયાણાગામ તા.જોડીયા જી.જામનગર (૮) દેવાભાઈ ભવાનભાઈ બાંભવા જાતે ભરવાડ ઉ.વ.૩૯ ધંધો ખેતી રહે.ધ્રાંગડાગામ તા.જી.જામનગર (૯) પરેશભાઇ ભીમજીભાઇ ગડારા જાતે પટેલ ઉ.વ.૩૬ ધંધો ખેતી રહે.ધ્રાંગડાગામ તા.જી.જામનગર (૧૦) રવિભાઇ કેશવજીભાઇ કણસાગરા જાતે પટેલ ઉ.વ.30 ધંધો ખેતી રહે,ધ્રાંગડાગામ તા.જી.જામનગર 

  આ કાર્યવાહી પો.ઇન્સ.વી.એમ.લગારીયાના માર્ગદર્શન મુજબ પો.ઇન્સ.આર.કે.કરમટા તથા પો.સ.ઈ.પી.એન.મોરી તથા એલ.સી.બી. સ્ટાફના હરપાલસિંહ સોઢા, ભરતભાઇ પટેલ, નાનજીભાઇ પટેલ, શરદભાઇ પરમાર, દિલીપભાઇ તલવાડીયા, વનરાજભાઈ મકવાણા, ધાનાભાઈ મોરી, હિતેન્દ્રસિંહ જાડેજા, અરજણભાઈ કોડીયાતર, મયુદીનભાઇ સૈયદ, ક્રિપાલસિંહ જાડેજા, ધમેન્દ્રસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, કિશોરભાઇ પરમાર, હરદીપભાઇ બારડ, રૂષીરાજસિંહ વાળા, મયુરસિંહ પરમાર, કલ્પેશભાઇ મૈયડ, સુરેશભાઇ માકીયા ભારતીબેન ડાંગર, દયારામ ત્રિવેદી, બીજલભાઇ બાલાસરા તથા ધમેન્દ્રસિંહ જાડેજા વિગેરે દ્રારા કરવામા આવેલ છે

(1:03 AM IST)