તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Sunday, 25th August 2024
વાંકાનેરમાં નાગા બાવાજીનો મેળો, જે ઐતીહાસિક મેળો ઓણસાલ બંધ રાખવાના બદલે હવે તા. ૨૫ થી ૨૭ ઓગસ્ટ, ત્રણ દિવસ ધામધૂમથી ઉજવાશે.
લોકપ્રશ્ન ઉજાગર થતા તંત્ર અચાનક હરકતમાં આવી જઇ, ફરી મેળો ત્યાં જ ભરાશે તે બધી જ ગતિવિધિઓ પુરી કરતા લોકોમાં આ બાબતે સુખદ આનંદની લાગણી

વાંકાનેર :પ્રથમ આ મેળાની જાહેર હરરાજીની પ્રસિધ્ધની જાહેરાત આપીને એવું જણાવવામાં આવેલ કે જે લોકો પાસે જીએસટી નંબર હોય તેઓ જ આ મેળામાં બોલી, બોલી શકશે. આ મેળાની બોલી બોલવા માટે નજીવી રકમની ડીપોઝીટ રાખવામાં આવેલ. જે રકમ ભરીને સાતેક જેટલા ધંધાર્થીઓએ હરરાજીમાં ભાગ લીધેલ તેમાં પ્રથમ બેઝીક પ્રાઇઝ ત્રણ લાખ દસ હજારથી શરૂઆત કરવામાં આવેલ. આ હરરાજીમાં ત્રણ લાખ પચ્ચીસ હજારની બોલી બોલાયેલ. ત્યારબાદ બીજા ક્રમ વાળાએ ત્રણ લાખ પચ્ચાસ હજારની બોલી બોલેલ પણ આશ્ચર્યએ જોવા મળ્યું કે ત્રીજા ક્રમવાળાએ, બે પાંચ કે દસ લાખ વધવાના બદલે સીધી અઢાર લાખની બોલી બોલતા હાજર લોકોમાં સોંપો પડી ગયો હતો. આ પહેલા બોલી બોલનારે વહીવટદાર-મામલતદાર કાનાણીને પુછેલ કે હું ગમે તેટલી બોલી બોલું તો ચાલે ? ત્યારે વહીવટદાર કહેલ કે ઓછામાં ઓછા દસ હજાર અને વધુમાં ગમે તેટલા બોલી શકો છો. આ ત્રીજા ક્રમવાળાએ રૂૂપયા અઢાર લાખની બોલી બોલવામાં વહીવટદારે શું સંકેત આપ્યો ? વળી હરરાજી થયા બાદ સૌથી વધુ બોલી બોલનારને ત્રણ દિવસમાં પચાસ ટકા રકમ ભરવાની હોય છે. તેને બદલે છ દિવસ પસાર થવા દેવાયા તેમ છતાં ત્રીજા ક્રમની બોલી બોલનારે રકમ ન ભરી, હાથ ઉંચા કર્યા હતા. નિયમ મુજબ ત્રીજા ક્રમવાળો કેન્સલ થયા બાદ બીજા ક્રમે બોલી બોલનારને તક આપવી જોઇએ તે આપી છે કે કેમ ? તે પ્રશ્ન ઉપસ્થિત એટલા માટે થાય છે કારણ કે આખી હરરાજી કેન્સલ કરી ને ફરીથી જાહેર હરરાજી કરાયેલ. તા. ર૩-૮ની બપોરે નાગાબાવાના મેળાના ગ્રાઉન્ડમાં આ કરાયેલ બીજી હરરાજીમાં અનેકો ઉપસ્થિત રહ્યા હતા. તેમાં બે લાખ વીસ હજારમાં મેળો રખાયેલ છે.
પ્રથમ આ ૩૦૦ વર્ષોથી ભરાતો ઐતિહાસિક મેળો બંધ રહે તેવી પરિસ્થિતિમાં હતો તેનું કારણ અન્ય ખાનગી બે મેળાઓ ભરાતા હતા. જેથી આ ઐતિહાસીક મેળો બંધ રહે તેવી પરિસ્થિતિ ઉભી થઇ હતી. આવો ઐતિહાસિક મેળો બંધ ન રહે તે માટે ભાટી ટીવી દ્વારા, નાગાબાવાજીની મહંતશ્રી ખુશાલગીરી ગૌસ્વામી એ ભાટી ટીવીના તંત્રી ભાટી એન. ને બોલાવી મેળાની અનિશ્ચિતતા અંગે દહેશત વ્યકત કરી હતી ત્યારે ભાટી ટીવી એ લોકહિત પ્રશ્ને મુહીમ જગવીને મુળ વાંકાનેરના હાલ રાજકોટ મહાપાલીકાના કોર્પોરેટર બાબુભાઇ ઉઘરેજા અને વાંકાનેરના સીનીયર પત્રકાર મહંમહભાઇ રાઠોડને બોલાવી, આ ઐતિહાસિક મેળો પુનઃ ભરાય તેવી માંગણી ભાટી ટીવીના ઇન્ટરવ્યુમાં જણાવેલ. આ લોકપ્રશ્ન ઉજાગર થતા તંત્ર અચાનક હરકતમાં આવી જઇ, ફરી મેળો ત્યાં જ ભરાશે તે બધી જ ગતિવિધિઓ પુરી કરતા લોકોમાં આ બાબતે સુખદ આનંદની લાગણી જોવા મળી રહી છે. વળી જેણે આ મેળો રાખેલ છે. તે મુન્નાભાઇ (બાબા રામદેવ વાળા)એ હરરાજીબાદ જાહેર કરેલ કે મને જે ભાવે મેળાના પ્લોટ મળે છે તે જ ભાવે વેપારીઓને આપીશ.
અત્રે એ ઉલ્લેખનીય છે કે ગત વર્ષે આ મેળો ઓગણીસ લાખ અને પચાસ હજારમાં વહેંચાયેલ જયારે આ વેળા માત્ર બે લાખ અને વીસ હજારમાં જ વહેચાયેલ છે તેની ખોટ કોણ ભરાઇ કરશે ?
(1:06 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
