તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 25th August 2024
મોરબીના એસએસ ગ્રુપ મેઈન બજારમાં કૃષ્ણ જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી થશે.

( પ્રવીણ વ્યાસ દ્વારા) મોરબી: 26 ઓગસ્ટના રોજ મોરબીમાં ઠેર ઠેર કૃષ્ણ જન્મોત્સવની ઉત્સાહભેર ઉજવણી થવાની છે ત્યારે મોરબીના એસ.એસ. ગ્રુપ મેઈન બજાર ખાતે પણ કૃષ્ણ જન્મોત્સવ તથા મટકી ફોડ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. કૃષ્ણ જન્મોત્સવ નિમિત્તે સમગ્ર બજારમાં સુશોભન કરવામાં આવ્યું છે. 26 ઓગસ્ટના રોજ બપોરે 12 વાગ્યે ફરાળ પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. તો આ ફરાળ પ્રસાદનો લાભ લેવા સર્વે ધર્મ પ્રેમી જનતાને આમંત્રણ પાઠવાયું છે.
(11:28 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
