<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 25th August 2024

પડધરી તાલુકાના ડોંડી ડેમમાં પાણીની આવક વધી: એક દરવાજો ખોલાયો

વહીવટી તંત્ર દ્વારા ડેમ વિસ્તારના ગામોના લોકોને અવરજવર ન કરવા સુચન

રાજકોટ: રાજકોટ જિલ્લાના પડધરી તાલુકા પાસે આવેલ ડોંડી જળાશયમાં પૂર્ણ સપાટીએ પાણી ભરાઈ જતું હોવાથી રૂલ લેવલ જાળવવા ડેમનો એક દરવાજો ૦.૬૧ મીટરે ખોલવામાં આવ્યો છે.  પડધરી તાલુકાના ડોંડી ડેમ વિસ્તારના પાંભર ઈટાળા, નાના ઈટાળા, લક્ષ્મી ઈટાળા અને  હીદડ ગામના ગ્રામવાસીઓને ડેમ વિસ્તાર તેમજ કાંઠા વિસ્તારમાં કોઈ અવરજવર કરવી નહીં , એમ રાજકોટ જિલ્લા સિંચાઈ પૂર્વ વર્તુળ એકમ ની યાદીમાં જણાવ્યું છે.

(1:06 PM IST)