News of Sunday, 25th August 2024
હિરણ અને સરસ્વતી નદી મા ધોડા પુર ને કારણે સોમનાથ ત્રિવેણી સંગમ ના ધાટ ઉપર પાણી ફરી વળ્યા
ત્રિવેણી સંગમ મા ભરાયેલ પાણી મા યાત્રિકો બાળકો સાથે સ્નાન કરી રહેલ છે ત્રિવેણી સંગમ મા અગાઉ અનેક ડુબવા ના બનાવો બનેલા છે

પ્રભાસપાટણ તા ૨૫ : ગીર વિસ્તારમાં ભારે વરસાદ ને કારણે સરસ્વતી અને હિરણ નદી મા પુર આવવા ને કારણે સોમનાથ ખાતે આવેલ ત્રિવેણી સંગમ મા પાણી ની જોરદાર આવક થયેલ છે જેથી ત્રિવેણી સંગમ નુ પાણી બહાર નીકળી અને ત્રિવેણી ધાટ ઉપર ફરી વળ્યા છે
આ પુર ના પાણી માં સોમનાથ દર્શન માટે આવતા બહાર ના યાત્રિકો પોતાના બાળકો સાથે સ્નાન કરી રહેલ છે આ ત્રિવેણી સંગમ મા અગાઉ અનેક લોકો ના ડુબવા ના બનાવો બનેલા છે જેથી બહાર થી આવતા યાત્રિકો ને જાણ હોતી નથી જેથી સ્થાનિક તંત્ર દ્વારા આ બાબત ની કાળજી લય અને અજાણ્યા યાત્રિકો ને ત્રિવેણી સંગમ મા સ્નાન કરતા અટકાવવા જોઈએ બાકી તહેવારો મા કોઈ દુર્ધટના બની શકે છે તસ્વીર દેવાભાઇ રાઠોડ
(3:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
