News of Sunday, 25th August 2024
સાંજે 6 વાગ્યા સુધીમાં વાંકાનેરમાં 5 ઇંચ વરસાદ ખાબક્યો : હળવદ અને મોરબીમાં પોણો ઇંચ
વાંકાનેરમાં સાંજે 4 થી 6 માં વધુ અનરાધાર બે ઇંચ સાથેકુલ 5 ઇંચ વરસાદ

મોરબી : મોરબી જિલ્લાના સાતમના દિવસે મેઘરાજા મહેરબાન થયા છે. જોકે વરસાદના કારણે મેળાના રસિકો અને મેળાના સ્ટોલ ધારકોમાં ચિંતાનું મોજુ ફરી વળ્યુ છે. આજે 25 ઓગસ્ટ રવિવારે સાંજે 6 વાગ્યા સુધીમાં સૌથી વધુ વાંકાનેરમાં વરસાદ નોંધાયો છે.
વાંકાનેરમાં આજે સાંજે 4 થી 6 માં વધુ બે ઇંચ સાથે આ દિવસનો કુલ 120 mm (પાંચ ઇંચ જેટલો) વરસાદ નોંધાયો છે. જ્યારે હળવદ અને મોરબીમાં 18 mm (પોણો ઇંચ), ટંકારા 12 mm (અડધો ઇંચ), માળીયા મીયાણામાં 11 mm વરસાદ નોંધાયો છે. અને હજુ પણ મોરબી જિલ્લામાં વરસાદ પડી રહ્યો છે.
(8:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
