News of Sunday, 25th August 2024
પોરબંદરમાં લોકમેળાના ઉદ્ધાટન પહેલા ધીંગાણું : મહિલાની છેડતી મામલે યુવકને ઢીબી નાખ્યો : જુઓ વાયરલ વિડિઓ
યુવકને મહિલાઓ સહિત ચાર પાંચ લોકોએ માર માર્યો :યુવકના કપડા પણ લઘર વઘર થઈ ગયા

પોરબંદરમાં લોકમેળામાં મહિલાની છેડતી થતાં ધીંગાણું, ઉદ્ઘાટન પહેલા ભારે નામોશી pic.twitter.com/pJDQ0kZFCX
— Dinesh Chaudhary (@DineshNews_) August 25, 2024
પોરબંદરમાં લોકમેળાના ઉદ્ધાટન પહેલા ધીંગાણું સર્જાયું હતું. મહિલાની છેડતી બાબતે પરિવારે યુવક પર આરોપ લગાવ્યો હતો અને તેમણે યુવક પર મૂકામારી કરી હતી. જો કે, જાહેરમાં આ ઘટના બનતા લોકોના ટોળે ટોળા ઉમટ્યા હતાં.
લોકમેળામાં મહિલાની છેડતી મામલે યુવક પર મૂકા મારી કરી હતી. યુવકને સરાજાહેર મહિલાના પરિવાર દ્વારા માર પણ મારવામાં આવ્યો હતો. આ ઘટનાના પગલે લોકોના ટોળે ટાળા ઉમટી પડ્યા હતાં.
જાહેરમાં યુવકને માર માર્યાના દ્રશ્યો પણ સામે આવ્યા છે. જેમાં જોઈ શકાય છે કે, એક યુવકને મહિલાઓ સહિત ચાર પાંચ લોકો માર મારતા હોય છે. જે યુવકના કપડા પણ લઘર વઘર થઈ જાય છે.
(8:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
