News of Monday, 26th August 2024
સૌરાષ્ટ્રમાં જન્માષ્ટમી પર્વ પૂર્વે મોટી દુર્ઘટના: મોત પોકારતું હતું: ટ્રેક્ટરના ડ્રાઇવરને જોખમ લાગતા નદી પાર કરવાની ના પાડી અને ઉતરી ગયેલ: અન્ય ચાલકે ટ્રેક્ટર પાણીમાંથી પસાર કરતા ટ્રેક્ટર આડુ પડ્યું અને તણાઈ ગયું: મોડી રાત સુધી શોધખોળ ચાલુ: સ્ત્રીઓ બાળકો સહિત લગભગ ૨૫ લોકો ટ્રેક્ટરમાં બેઠા હતા

સૌરાષ્ટ્રના હળવદના ઢવાણા ગામ પાસે ટ્રેકટર તણાઈ જવાની દુર્ઘટનામાં હજુ સુધી ટ્રેક્ટરમાં બેઠેલા લોકોની સંખ્યાનો સતાવાર રીતે આંકડો બહાર આવ્યો નથી. પણ ટ્રેકટરના ડ્રાઇવરના જણાવ્યા મુજબ તેમાં સ્ત્રીઓ બાળકો સહિત ૨૫ લોકો સવાર હતા. અમુક લોકો તો માત્ર નદીના આ કાંઠેથી સામાકાંઠે જવા માટે જ બેઠા હતા. મોડી રાત્રે જિલ્લા કલેકટર કે.બી.ઝવેરી ઘટના સ્થળે પહોંચ્યા હતા.
ડ્રાઇવર મેહુલભાઈએ કહ્યું કે નદીનું પાણી જોખમી લાગતા તેઓ આ નદી પાર નહિ થઈ શકે તેવું જણાવીને ટ્રેકટર નીચે ઉતરી ગયા હતા. પણ ટ્રેક્ટરમાં બેઠેલા બે વ્યક્તિઓએ એવું કહ્યું કે ટ્રેકટર ચાલ્યું જશે. એટલે પછી તેઓના ભાઈએ ટ્રેકટર ચલાવ્યું અને પાણીના પ્રવાહમાં રાત્રે ૮.૩૦ વાગ્યે ટ્રેકટર પલટી મારીને તણાઈ ગયું. મોડી રાત સુધીમાં ૪ને બચાવી લેવાયા, બાકીનાની શોધખોળ ચાલુ. તસવીર કર્ટસી: મોરબી અપડેટ
(10:10 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
