<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 26th August 2024

કચ્છમાં રાતથી વરસાદનો પ્રારંભ: વહેલી સવાર સુધીમાં આઠ તાલુકામાં અડધાથી ત્રણ ઇંચ વરસાદ પડ્યો: સવારે ૬.૩૦થી ભુજમાં ધોધમાર ચાલુ : જુઓ વિડિયો

ગુજરાત સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ વચ્ચે કચ્છમાં ગઈકાલ રાતથી વરસાદની શરૂઆત: ભુજમાં સવારે ૬.૩૦ વાગ્યાથી જોરદાર વરસાદ ચાલુ છે. 

આજે સવારે ૬ વાગ્યા સુધી રાપરમાં ૩ ઈંચ, ભચાઉમાં ૨ ઈંચ; અંજાર, ગાંધીધામ, માંડવીમાં દોઢ ઈંચ; નખત્રાણા ૧ ઈંચ; મુન્દ્રા અડધો ઈંચ વરસાદ. 

કચ્છના ૧૦ પૈકી ૮ તાલુકામાં વરસાદ, લખપત - અબડાસામાં ઝરમર. એકંદરે સમગ્ર કચ્છમાં વરસાદી માહોલ. 

(રિપોર્ટ: વિનોદ ગાલા, અકિલા, કચ્છ)

(10:17 AM IST)