<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 26th August 2024

જામનગર રાજકોટ હાઈવે પર સણોસરા નાં પાટિયા પાસે એસ.ટી બસ ની પાછળ ફોરવિલ અથડાતા થયો ગમખ્વાર અકસ્માત : એક મોત - બે ને ગંભીર ઈજાઓ

સંજય ડાંગર, ધ્રોલ : જામનગર રાજકોટ હાઈવે પર આવેલા સણોસરા પાટીયા નજીક એસ.ટી બસ ની પાછળ ફોરવિલ ઘુસી જતા ગમખ્વાર અકસ્માત થયો છે.

પોલીસ વિગતો મુંજબ સફેદ કલરની ફોરવ્હીલ કાર રજી.નં. GJ - 03 EL - 3738, આગળ જતી એસ.ટી. બસ રજી.નં.GJ -18 Z - 9274 ને પાછળથી ઠોકર મારી ફોરવ્હીલમાં રહેલ સોંડાભાઇ બીજલભાઇ લાંબરીયાને માથામાં ગંભીર ઇજા પહોંચતા, તેમનું મોત નીપજ્યું હતુ અને જગદીશભાઇ તથા ગોવીંદભાઇને ગંભીર ઈજા પહોંચી હતી. ધ્રોલ પી.એસ.આઈ પી.જી પનારાએ ઘટનાની વધુ તપાસ હાથ ધરી છે.

 

(10:44 AM IST)