<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 26th August 2024

પવિત્ર શ્રાવણ માસ- ગોકુલ આઠમ - શ્રીકૃષ્ણ જન્મોત્સવ નિમિત્તે સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાને મયૂરપંખ એવં શ્રીકૃષ્ણની શેષનાગ લીલાનો દિવ્ય શણગાર એવં શ્રીકૃષ્ણ જન્મોત્સવ ભવ્ય ઉજવણી

પ.પૂ શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રકાશદાસજીની પ્રેરણા અને કોઠારીશ્રી વિવેકસાગર સ્વામિના માર્ગદર્શનથી પવિત્ર શ્રાવણ માસ અંતર્ગત - શ્રીકૃષ્ણ જન્મોત્સવ નિમિત્તે વિવિધ કાર્યક્રમો

રાજકોટ તા.૨૬ :      સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પણ શ્રાવણ મહિનાની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. આજે પ.પૂ શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રકાશદાસજી પ્રેરણા અને કોઠારીશ્રી વિવેકસાગર સ્વામિના માર્ગદર્શનથી પવિત્ર શ્રાવણ માસ અંતર્ગત - શ્રીકૃષ્ણ જન્મોત્સવ  નિમિત્તે આજે સોમવારના રોજ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને  મયૂરપંખ એવં શ્રીકૃષ્ણની શેષનાગ લીલાના વાઘાનો દિવ્ય શણગાર કરવામાં આવેલ એવં સવારે 05:30 કલાકે મંગળા આરતી પૂજારી સ્વામી તથા 7:00  કલાકે અનેક વિધ કેકનો અન્નકૂટ એવં શણગાર આરતી  કોઠારીશ્રી વિવેકસાગરદાસજી સ્વામી -અથાણાવાળા દ્વારા કરવામાં આવેલ હતી.

          શ્રીકૃષ્ણ જન્મોત્સવ નિમિતે મંદિર તથા પટાંગણ મટકી- ફુગ્ગાઓથી શુશોભન કરી   સવારે 09:30 થી 12:00 કલાક દરમિયાન મટકી ફોડ એવં સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ રાત્રે 09:00 થી 12:00 કલાક દરમિયાન રાસ ગરબાનુ ભવ્ય આયોજન કરવામાં આવેલ. રાત્રે 12:00 કલાકે  શ્રીકૃષ્ણ જન્મોત્સવની આરતી કરવામાં આવેલ.     

શ્રાવણ માસ દરમિયાન શ્રી હનુમાન ચાલીસા યજ્ઞ અનુષ્ઠાન તેમજ   શ્રીહરિ મંદિરમાં દિવ્ય હિંડોળાના આ અનેરા દર્શનની સાથોસાથ  આજે મંદિરના પટાંગણમાં આવેલ દર્શનનૉ  લાભ હજારો ભક્તોએ પ્રત્યક્ષ તેમજ ઓનલાઈન લઈ ધન્યતાનો  અનુભવ કરેલ હતો.

(12:12 PM IST)