<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 26th August 2024

જુનાગઢમાં ખેડૂતોએ પીયત શરૂ કર્યું ને વરસાદ રૂપી આર્શીવાદ વરસ્‍યાઃ 9 તાલુકામાં વરસાદ નોંધાયો

જુનાગઢઃ રાજયમાં  છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. હવમાન વિભાગે જાહેર કરેલા આંકડા મુજબ ગુજરાતના 244 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં જૂનાગઢના 9 તાલુકામાં પણ વસસાદ પડ્યો છે.

વરસાદ ખેંચાતા જૂનાગઢ જિલ્લા ઘણા વિસ્તોરમાં ખેડૂતોએ પીયતની કામગીરી શરૂ કરી દીધી હતી. પરંતુ ફરી વરસાદનું આગમન થતા તેઓ માટે રાહતના સમાચાર છે. છેલ્લા 24 કલાકની વાત કરીએ તો ભેંસાણમાં પોણો ઈંચ, જુનાઢ, મેંદરડા, વિસાવદર, વંથલીમાં અડધો ઈંચ, તેમજ કેશોદ અને માળિયા હાટિનામાં પણ વરસાદ પડ્યો હતો.

આજે સવારના 6થી 10 વાગ્યા સુધીમાં વિસાવદર, જૂનાગઢ શહેર, મેંદરડા અને વંથલીમાં વરસાદ પડી રહ્યો છે.

(2:02 PM IST)