News of Monday, 26th August 2024
મોરબી જીલ્લાનાં દસેય ડેમોમાં ચિકાર પાણીની આવક : ટંકારા માં અવિરત મેધમહેર થી વાતાવરણ ટાઢુંબોળ : સવારે 6 થી બપોરના 2 વાગ્યા સુધીમાં 3 ઈચં વરસાદ નોંધાયો : જુઓ વિડિયો
મિતાણા ડેમ - રાજાવડ ડેમમાં સતત પાણીનો વધારો : બંગાવડી ડેમ બેસુમાર પાણીની આવક સાથે થયો ઓવરફલો

જયેશ ભટાસણા, ટંકારા : ટંકારામાં મેધરાજાની ધમાકેદાર એન્ટ્રી થી ગઈ કાલે સાડા ત્રણ ઈંચ વરસાદ વરસ્યો હતો, ત્યારે આજે સવારે 6 વાગ્યે થી બપોરે 2 વાગ્યા સુધીમાં અનરાધાર અવિરત આકાશી છાંટણાંથી વધુ 70 મીલી લીટર પાણી વરસ્યા નું મામલતદાર કચેરી ખાતે ફલડ કંટ્રોલ રૂમે જાહેર કર્યું છે.
ટંકારા મામલતદાર તથા એક્ઝીક્યુટીવ મેજીસ્ટ્રેટ શ્રી કેતન સખિયા સતત કંટ્રોલ રૂમ પર તૈનાત રહી તાલુકા આખાની સ્થિતિ ઉપર નજર રાખી રહ્યા છે. હજુ પણ વરસાદ ચાલુ છે અને વાતાવરણ ઠંડું બોર થઈ ગયું છે.
આ સાથે મોરબી જીલ્લાનાં દસેય ડેમોમાં ચિકાર પાણીની આવક થઈ રહી છે. મિતાણા ડેમ - રાજાવડ ડેમમાં સતત પાણીનો વધારો જોવા મળી રહ્યો છે અને બંગાવડી ડેમ બેસુમાર પાણીની આવક સાથે ઓવરફલો થઈ ગયો છે.
(2:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
