<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 26th August 2024

રાજકોટવાસીઓ આનંદોઃ આજીમાં ૩ તથા ન્‍યારી ડેમમાં ૧.પ૦ ફૂટ નવા નીરની આવક

આજીડેમની સપાટી રપ ફૂટે પહોંચીઃ ન્‍યારી ડેમમાં ૧પ ફૂટ પાણીઃ સૌની યોજના બંધ કરતું મનપા તંત્ર

રાજકોટઃ રાજયભરમાં સતત મેઘમહેર ચાલુ છે, ત્‍યારે ગઇકાલથી રાજકોટ ઉપર પણ મેઘરાજાએ અપાર હેત વરસાવી ૧પ ઇ઼ચ જેટલ઼ુ પાણી વરસાવ્‍યું છે. ર૪ કલાકથી વધુ સમયથી થઇ રહેલ વરસાદથી શહેરને પીવાનું પાણી પુરૂ પાડતા આજી તથા ન્‍યારી ડેમમાં પણ પાણીની નવા આવક થવા પામી છે. જેથી મનપા તંત્ર દ્વારા હાલ સૌની યોજના દ્વારા ઠલવાતુ પાણી બંધ કર્યુ છે.

શહેરના આજી ડેમમાં છેલ્‍લા ર૪ કલાકમાં ૩.૩૦ ફૂટનો વધારો નોંધાયો છે. હાલ કુલ સપાટી રપ ફૂટે પહોંચી છે, જયારે કુલ સપાટી ર૯ ફૂટ છે.

જયારે ન્‍યારી ડેમમાં પણ આજે બપોરે ૩ વાગે પુરા થયેલ છેલ્‍લા ર૪ કલાકમાં ૧.૬૪ ફૂટ નવા નીર મેઘરાજાએ ઠાલવ્‍યા છે. હાલ ન્‍યારી ડેમની સપાટી ૧૪.૯ર ફૂટે પહોંચી ગઇ છે.

(4:13 PM IST)