<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 26th August 2024

વરસાદી માહોલને સંદર્ભે જૂનાગઢ કલેક્ટરની અઘિકારીઓ સાથે અગમચેતી ભાગ રુપ તાકીદ ની બેઠક : મુખ્યમંત્રીએ ઓનલાઈન માધ્યમથી રાજ્યના અન્ય જિલ્લાઓની સાથે જૂનાગઢ જિલ્લા કલેકટર સાથે પણ વર્ચ્યુઅલ સંપર્ક સાધ્યો

તા ૨૬, ૨૭, ૨૮ ઓગસ્ટ ત્રણ દિવસ જુનાગઢ જિલ્લામાં રેડ એલર્ટ સંદર્ભે છુટા છવાયા સ્થળોએ અતિભારે વરસાદ ની સંભાવના : જૂનાગઢ જિલ્લામાં અત્યાર સુધીમાં ૧૩૨ ટકા વરસાદ નોંધાયો

જૂનાગઢ : ગુજરાત રાજ્યમાં વરસી રહેલા વરસાદના કારણે અને હવામાન ખાતા તરફથી જારી સૂચનાઓને ધ્યાને રાખીને રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈએ અસરકર્તા જિલ્લા કલેકટરો સાથે જિલ્લાની વ્યવસ્થાઓ અને વરસાદી માહોલમાં વિપરીત પરિસ્થિતિમાં પહોંચી વળવા માટે તંત્રની તૈયારીઓ સંદર્ભે વીડિયો કોન્ફરન્સથી જાણકારી મેળવી હતી. બધા કલેક્ટરોએને જરૂરી તકેદીરી રાખવા સૂચિત કર્યા હતા. જૂનાગઢ જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવાસીયાએ પણ આજે સવારે જિલ્લાના આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્રની રૂબરૂ મુલાકાત લઇ જિલ્લાના ક્ષેત્રિય વિસ્તારોની વ્યવસ્થાઓ અને સંબંધિત અધિકારીઓ સાથે દુરવાણીથી સંપર્ક સાધ્યો હતો. વરસાદી માહોલમાં સંભવત થનારી અસરો અંગે હવામાન વિભાગ દ્વારા વખતો વખતની  મળતી જાણકારીઓને અનુસરીને સાવધ રહેવા અને જાનમાલને કોઈ નુકસાન ન પહોંચે તે બાબતે તમામ તાલુકા મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી અને આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્રના વ્યવસ્થાપન તંત્રને સતર્ક રહેવા સૂચિત કર્યા હતા. કલેકટર એ જિલ્લાના સંબંધકર્તા અધિકારીઓને પણ હાજર રાખી અને તેમની સાથે પણ સંવાદ સાઘી વ્યવસ્થાઓમાં કોઈ કચાસ ન રહે તે બાબતે સૂચનાઓ જાહેર કરી હતી.

 જિલ્લા કલેકટર અનિલકુમાર રાણાવસિયાએ જણાવ્યું હતું કે હવામાન વિભાગ દ્વારા તારીખ  ૨૬, ૨૭, ૨૮ ઓગસ્ટ દરમિયાન સમગ્ર રાજ્યની સાથે સાથે જૂનાગઢ જિલ્લામાં પણ રેડ એલર્ટ જાહેર કરવામાં આવેલ હોય, જેને અનુસંધાને જૂનાગઢ જિલ્લામા છુટાછવાયા સ્થળોએ અત્યંત ભારે વરસાદ થવાની સંભાવના છે, આથી તમામ નાગરિકોને વિનંતી છે, કે આ રેડએલર્ટને ધ્યાને રાખી સાવચેતી રાખવી, બિનજરૂરી પ્રવાસ ટાળવા ખાસ સુચના આપી છે. જૂનાગઢ જિલ્લામાં અત્યાર સુધીમાં ૧૩૨ ટકા વરસાદ નોંધાઈ ચૂક્યો છે. આ વરસાદ સાર્વત્રિક તમામ તાલુકામાં નોંધાયેલો છે.જિલ્લામાં અત્યારે છેલ્લા ૪૮ કલાક દરમિયાન વરસાદ નહીંવત રહ્યો છે. પણ હવેથી ત્રણ દિવસ ભારે વરસાદ પડી શકે તેમ હોય તેને ધ્યાને લઈને વહીવટીતંત્ર સુસજ્જ છે. જિલ્લાના સંબંધીત અધિકારીઓને સતર્ક રહેવા સૂચનાઓ આપી છે. જિલ્લાના તમામ કંટ્રોલરૂમ એક્ટિવ છે. ભારે વરસાદને કારણે જો લોકોને સ્થળાંતરિત કરવા પડે તો સલામત સ્થળોની વ્યવસ્થા પણ કરી લીધી છે. સ્થળાંતરની પરિસ્થિતિ દરમિયાન અસરગ્રસ્ત વિસ્તારના લોકોને વિનંતી છે, કે વહીવટીતંત્રને સહકાર આપે, ભારે વરસાદના સમયે બિનજરૂરી સાહસ ના દાખવવું, વરસાદી નિરના વહેતા વહેણને કે રસ્તાઓને ઓળંગવાનો પ્રયાસ ન કરવો. મુશ્કેલીનાં સમયે નજીકનાં કંટ્રોલરૂમનો સંપર્ક સાધવાથી મદદ મળી રહેશે.

 

(4:28 PM IST)