News of Monday, 26th August 2024
ભારે વરસાદના પરિણામે જામનગરને પીવાનું પાણી પૂરું પાડતા રણજીતસાગર સહિત કુલ ૧૫ ડેમ ઓવરફ્લો : ઊંડ-૧, કંકાવટી, ઉંડ-૨ અને ફૂલઝર ડેમમાં ૯૦% ઉપર સ્ટોરેજ : જુઓ વિડિયો

જામનગર : હવામાન વિભાગ દ્વારા જામનગર જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. છેલ્લા ૨૪ કલાકથી જિલ્લામાં થયેલા ભારે વરસાદના પરિણામે અનેક નદી નાળાઓ છલકાયા છે ત્યારે જિલ્લાના નાના મોટા ૧૫ જેટલા ડેમ ઓવરફ્લો થયા છે.
જામનગરને પીવાનું પાણી પૂરું પાડતો રણજીતસાગર ડેમ પણ ઓવરફ્લો થયો છે. આ સિવાય સસોઈ, ફૂલઝર, પનાણા, રૂપારેલ, સપડા, ફુલઝર-૨, વોડીસાંગ, રૂપાવટી, ઉંડ-૩, વાગડિયા, વનાણા, બાલંભડી અને ઉંડ-૪ ડેમ પણ ઓવરફ્લો થયા છે.
હાલની સ્થિતિએ ૯૦% ઉપર સ્ટોરેજ હોય તેમાં ઊંડ-૧, કંકાવટી, ઉંડ-૨ અને ફૂલઝર ડેમ છે.
(4:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
