<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 26th August 2024

દેવભૂમિ દ્વારકા ખાતે એનડીઆરએફની ટીમ સ્ટેન્ડબાય રખાઈ

રાજ્યમાં તા. ૨૮ ઓગસ્ટ સુધી ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના છે

દેવભૂમિ દ્વારકા: હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આજથી તા. ૨૮ સુધીના દિવસોમાં ગમે ત્યારે ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવતા દેવભૂમિ દ્વારકા ખાતે એનડીઆરએફની ટીમને સ્ટેન્ડબાય રાખવામાં આવી છે.
હવામાન ખાતાની આગાહી મુજબ રાજ્યમાં તા. ૨૮ ઓગસ્ટ સુધી ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના છે. જે અન્વયે રાહત અને બચાવની કામગીરી સમયસર થઇ શકે તે હેતુથી સરકાર દ્વારા એનડીઆરએફ ટીમ - ૧ દેવભૂમિ દ્વારકા જિલ્લાને ડીપ્લોય કરવામાં આવેલ છે. આ ટીમ રાહત અને બચાવની કામગીરીને અનુરૂપ તમામ સંસાધનો સાથે એનડીઆરએફની ટીમને જિલ્લા ક્લેક્ટર જી.ટી.પંડ્યાના માર્ગદર્શન હેઠળ દ્વારકા ખાતે સ્ટેન્ડ બાય રાખવામાં આવેલ છે.

(6:52 PM IST)