<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 26th August 2024

ભારે વરસાદની આગાહીના પગલે દેવભૂમિ દ્વારકા જિલ્લાનું તંત્ર એલર્ટ: અધિકારીઓને હેડક્વાર્ટર પર હાજર રહેવા આદેશ

કલેકટર જી.ટી. પંડ્યા ના માર્ગદર્શન હેઠળ તંત્ર દ્વારા સાવચેતીના પગલાં લેવાયા: લોકોને પાણીના પોઇન્ટ અને નદી વિસ્તારથી દૂર રહેવા અપીલ

દેવભૂમિ દ્વારકા : હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં  તા. ૨૮ સુધીના દિવસોમાં ગમે ત્યારે ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવતા દેવભૂમિ દ્વારકા જિલ્લા તંત્ર દ્વારા સ્ટેટ ડિઝાસ્ટર કંટ્રોલરૂમ ની સાથે સંપર્કમાં રહીને સ્થાનિક કક્ષાએ જરૂરી આગમચેતીના પગલાં લીધા છે.

હાલ જન્માષ્ટમીના તહેવારોમાં લોકો પાણીના પોઇન્ટ નીચાણવાળા વિસ્તાર કે ભારે વરસાદને કારણે આફત ઊભી થઈ શકે તેવા વિસ્તારમાં ન જવા જોખમ ન લેવા લોકોને અપીલ કરવામાં આવી છે.
  દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલેકટર જી.ટી.પંડ્યા એ વહીવટી તંત્રના અધિકારીઓને હેડ ક્વાર્ટર પર હાજર રહેવા અને રજાઓ રદ કરતો હુકમ પણ કર્યો છે .

(6:51 PM IST)